ફિલ્મી દુનિયા

સુશાંતના ભાણીયાએ તેના ‘મામા’ માટે લખી ઈમોશનલ પોસ્ટ, વાંચીને આંખ જરૂર ભીની થઇ જશે

સુશાંતના નિધનને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. આમ છતાં પણ હજુ લોકો માનવા તૈયાર નથી કે સુશાંત આ દુનિયામાં નથી.સુશાંતના મોત બાદ લોકો તેને વિવિધ પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના જીજાજી ઓમ પ્રકાશ સિંહે તેમના ‘ગુલશન’ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ સ્વર્ગીય એક્ટરના ભાણિયાએ લખેલી વાર્તા સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સુશાંતના ભાણિયા વિશ્વસ્વતે લખ્યું છે કે, મોત પછી દિવંગત એક્ટર આખરે એની પાસે જતો જ રહ્યો જેને તે સૌથી વધુ પ્રેમ કરતો હતો. સુશાંતના જીજાજીએ પોસ્ટ શેર કરતાં લખ્યું, “અલવિદા અમારા ગુલશન અને દુનિયાના સુશાંત સિંહ રાજપૂત. અમારો પ્રેમ તારા માટે અનંત છે!”

સુશાંતના ભાણિયાએ લખેલી વાર્તા ‘એક બેટા’નો અનુવાદ આ મુજબ છે, “ધાર્મિક વૃત્તિની એક સરળ મહિલા હતી. આ મહિલા ઘર-પરિવાર કુશળતાથી સંભાળતી હતી. પોતાના આરાધ્ય દેવની નિયમિત ઉપાસના કરતી હતી. પ્રેમથી ભીંજાયેલા આરાધ્ય એક દિવસ આવી પહોંચી તેમણે પૂછ્યું કે, કોઈ ઈચ્છા? ત્યારે મહિલાએ કહ્યું- એક દીકરો. આરાધ્યએ હસીને કહ્યું- તારા નસીબમાં નથી. મહિલા હઠ પકડીને બેસી ગઈ અને કહ્યું- તમે જાવ. હવે પ્રેમના બંધને બંધાયેલા આરાધ્ય શું કરે ? આવવું પડ્યું. બંને સાથે ખૂબ રમ્યા. જોતજોતામાં 17 વર્ષ વીતી ગયા. પછી એક દિવસ મહિલાનો આ સંસાર છોડીને જવાનો સમય આવી ગયો. આરાધ્યએ પૂછ્યું- હું શું કરું? મહિલાએ કહ્યું- હવે આવી જ ગયા છો તો તમે સર્જેલી દુનિયા પણ જોતા જાવ. પ્રેમ ફરી વચ્ચે આવ્યો. આરાધ્યએ પૂછ્યું કેટલી વાર? મહિલાએ કહ્યું- જેટલો સમય મારી સાથે વિતાવ્યો તેટલો વખત.”

“બાકીના 17 વર્ષ સુધી આરાધ્યએ ધરતી-આકાશ એક કરી નાખ્યું. જ્યાં પણ ગયા ત્યાં પ્રેમની ધારા વહાવી. સાંસારિક વૃત્તિવાળા લોકો તેની ઈર્ષ્યા કરતા હતા. આરાધ્ય માત્ર હસી કાઢતા. સમયે-સમયે પ્રકૃતિના રહસ્ય શોધનારાઓને પૂછતા ક્યાં સુધી પહોંચ્યા? સામાનના નામે એક દૂરબીન લઈને ફરતા હતા. જ્યારે ને ત્યારે દૂર અંતરિક્ષમાં પોતાના ઠેકાણને નિહાળતા હતા. પરલોક જતી રહેલી મહિલાને ફરિયાદ પણ કરતા કે, પોતે તો જતી રહી અને મને અહીં મૂકતી ગઈ. જોતજોતામાં 17 વર્ષ વીતી ગયા અને એક દિવસ આવ્યો જ્યારે આરાધ્ય મહિલાને આપેલા વચનમાંથી મુક્ત થયા. હવે બંને પરલોકમાં છે. ખુશી-દુઃખ, નિંદા-સ્તુતિ, સુખ-દુઃખ, મોહ-માયાથી દૂર છે.”

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનો જન્મ ચાર બહેનો પછી થયો હતો. સુશાંત પોતાની માતાની ખૂબ નજીક હતો. હંમેશા તે માને યાદ કરતો રહેતો હતો. સુશાંતના ભાણિયાએ લખેલી આ વાર્તા એ જ કહે છે કે, સુશાંત હવે પોતાની મમ્મી પાસે પહોંચી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.