ફિલ્મી દુનિયા

સુશાંતના એક્સ મેનેજરનો દાવો, અભિનેતાનું થયું છે મર્ડર, “જો આત્મહત્યા હોતી તો ગળાનું નિશાન….” વાંચો આગળ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે રોજ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. બિહાર સરકારની સિફારિશ પછી આ કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈએ બિહાર પોલીસ પાસેથી તપાસથી જોડાયેલા દસ્તાવેજો પણ લઇ લીધા છે. હવે આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. આ બધા વચ્ચે જે સુશાંતના પૂર્વ સહાયક અંકિત આચાર્યએ એક એવો ખુલાસો કર્યો છે જે ચર્ચાનો વિષય બની ગયો છે. અંકિતનું કહેવું છે કે સુશાંતનું મર્ડર કરવામાં આવ્યું છે.

Image Source

અંકિતે એક ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે: “હું સુશાંત સાથે 24 કલાક અને 7 દિવસ સુધી રહેતો હતો. હું જેટલો તેને ઓળખું છું તેટલો તે પોતાનો જીવ ક્યારેય ના લઇ શકે. મેં એની ડેડ બોડીની તસ્વીર ઘણીવાર જોઈ છે અને મને લાગે છે કે સુશાંતનું મર્ડર તેના પાળતું કુતરાના પટ્ટાથી કરવામાં આવ્યું છે.

Image Source

અંકિતે આગળ જણાવતા કહ્યું કે: “જો આપણે માની લઈએ કે સુશાંતે આત્મહત્યા કરી છે પરંતુ તેના ગળાના નિશાન તો કૈક બીજું જ કહી રહ્યા છે. જો કોઈ પોતાનો જીવ જાતે જ લે છે તો તેના ગળા ઉપર u શેપનું નિશાન પડે છે અને જો કોઈ તમારી હત્યા ગળું દબાવીને કરે છે તો ગળા ઉપર Oનું નિશાન બને છે.

Image Source

અંકિતે કહ્યું કે: “હું સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરવાની ખુબ જ ખુશ છું.” અંકિતે આ પહેલા પણ કહ્યું હતું. “સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તીના આવાવથી ખણું બદલાઈ ગયું. યુરોપ ટ્રિપથી પાછા આવ્યા બાદ સુશાંત ઘણું જ વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. વર્ષ 2019માં સુશાંતના બેંક એકાઉન્ટમાં લગભગ 30 કરોડ રૂપિયા હતા. મેં જયારે સુશાંતને જોયો ત્યારે તે એકદમ બદલાયેલો બદલાયેલો નજર આવ્યો. તેની આંખોના નીચે ડાર્ક સર્કલ હતા. સુશાંતના ચહેરા ઉપરથી હાસ્ય ગાયબ હતું. રિયા તેની બધી જ વસ્તુઓ હેન્ડલ કરવા લાગી હતી.”

Image Source

સુશાંતના પરિવારે હવે રિયા ચક્રવર્તી ઉપર ઘણા આરોપો મુક્યા છે. જેમાં સુશાંતને આત્મહત્યા માટે ઉક્સાવવો. અને તેના પૈસા પડાવી લેવા પણ સામેલ છે. રિયા અને સુશાંતની કોલ ડિટેલ્સમાં સામે આવ્યું કે રિયા સુશાંતથી વધારે તેના ફેલ્ટમેટ સિદ્ધાર્થ પીઠાની, હાઉસ કીપીંગ મેનેજર સૈમ્યુલ મિરાંડા અને પીઆર મેનેજર શ્રુતિ મોદી સાથે વાત કરી છે. રિયાએ સુશાંતને માત્ર 147 વાર જ વાત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.