ફિલ્મી દુનિયા

આખરે થઇ જ ગયો આખી ‘ડ્રગ્સ મંડળી’ નો સૌથી મોટો ખુલાસો, આ હેરાફેરી થતી- વાંચો

બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) 2 ડ્રગ્સ સપ્લાયર્સની પુછપરછ કરી છે. જે બાદ મોટા નામો સામે આવવવાની શક્યતા છે. આ મામલે સૌથી મોટો આરોપી હજુ સુધી પકડમાં નથી આવ્યો. મંગળવારે ધરપકડ કરવામાં આવેલા 2 ડ્રગ્સ સપ્લાયર્સમાં એકની ઓળખ બાસિત પરિહર અને બીજાની ઓળખ જૈદ તરીકે થઇ છે. જૈદએ માન્યું હતું કે, તેના સંબંધ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

આ દરમિયાન સામે આવ્યું હતું કે, હવે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) સુશાંત આત્મહત્યા મામલે કેન્દ્રમાં રહેલી રિયા, સૈમુઅલ મિરાંડા અને અન્યની પુછપરછ કરી રહી છે. સુશાંતના પિતા કે.કે. સિંહે ગત મહિને એક વીડિયોમાં આરોપ લગાડ્યો હતો કે, રિયા મારા દીકરાને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે જ મારા દીકરાની હત્યારી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

બીજી તરફ એનસીબીએ બંને ડ્રગ સપ્લાયર્સ પાસેથી સાડા ત્રણ કિલો ગાજો પણ જપ્ત કર્યો હતો. રિયાની ચેટ લિક થયા બાદ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સીબીઆઈને પુરાવા આપ્યા બાદ રિયા મુશ્કેલીમાં વધારો થયો છે. આ સાથે જ આ મામલામાં મુંબઈનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર રાજકારણ સાથે જોડાયેલો બિલ્ડર છે.

 

View this post on Instagram

 

Perhaps, the difference between what is miserable, and that, which is spectacular, lies in the leap of faith… #selfmusing 💫

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતના મોત મામલે સીબીઆઈ દ્વારા ઘણા લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પરંતુ એવું કોઈ સબૂત નથી મળ્યું કે તે સાબિત કરી શકે કે 34 વર્ષીય એક્ટરની હત્યા કરવામાં આવી છે. સુશાંત 14 જૂનના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.