બોલીવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનાથી જોડાયેલી એકથી એક જાણકારી સામે આવી ચુકી છે. દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 24 જુલાઈએ ડિજ્ની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ વચ્ચે ફિલ્મના ડાયરેક્ટરે સુશાંત સિંહને લઈને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે
View this post on Instagram
‘દિલ બેચારા’થી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરનાર મુકેશ છાબડાએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂતે તેની નિર્દેશિત પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’ની સ્ક્રીપ્ટ વાંચ્યા વગર જ તેનો હિસ્સો બનાવ માટે તૈયાર હતો. મુકેશે કહ્યું હતું કે, સુશાંતે મને એક વચન આપ્યું હતું જે નિભાવ્યું છે.
ભૂતકાળને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે સુશાંત સમજી ગયો હતો કે હું કોઈક સમયે મારી પોતાની ફિલ્મ બનાવીશ. તેણે મને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું તેને બનાવવાનો નિર્ણય કરીશ, ત્યારે તે ચોક્કસપણે મારી ફિલ્મમાં કામ કરશે.
View this post on Instagram
“હું મારી પહેલી ફિલ્મ બનાવી રહ્યો હતો. મને સારા એક્ટર સિવાય કોઈની જરૂર હતી જે મને મિત્ર તરીકે ગણે, કોઈ મારી નજીકનું હોય અને મારી સાથે ઉભું રહે. મને યાદ છે કે સુશાંતે ઘણાં સમય પહેલાં મને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું મારી પ્રથમ ફિલ્મ બનાવીશ, ત્યારે તે તેમાં લીડ રોલમાં હશે. તેણે પોતાનું વચન પૂરું કર્યું. તેથી જ્યારે હું દિલ બેચારા ફિલ્મ માટે તેની પાસે ગયો ત્યારે તેણે તરત જ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના હા પાડી. અમારે હંમેશાં એક મજબૂત ભાવનાત્મક જોડાણ હતું.
મુકેશે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતે કેવી રીતે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની મદદ કરી. તેણે કહ્યું, “તેમણે હંમેશાં મને સીન સુધારવામાં મદદ કરી. તે મારી સાથે વાંચતો હતો અને જો તે વિચારે કે કોઈ સીનને ક્રિએટિવલી કરી શકાય. અમે સાથે બેસીને વિગતવાર ચર્ચા કરતા. ”
View this post on Instagram
કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે મુકેશ છાબરાએ સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ કા પો પોમાં પહેલો બ્રેક આપ્યો હતો. આ પછી બંને મિત્ર બની ગયા હતા. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત સાથે સંજના સંઘી ફિલ્મ દિલ બેચરામાં જોવા મળશે. સૈફ અલી ખાન પણ આ ફિલ્મનો એક ભાગ છે.
જુઓ ફિલ્મનું ટ્રેલર
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.