ખબર

બ્રેકીંગ ન્યુઝ : સુશાંત જેમાં લટક્યોએ લીલા રંગના કુર્તા પહેલા…દોરીનો ઉપયોગ? કેસમાં આવ્યો નવો વળાંક

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 15 દિવસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, અને પોલીસ દ્વારા તેની આત્મહત્યા કરવા પાછળના કારણો વિશેની તપાસ હજુ પણ ચાલી રહી છે. પોલીસ પાસે ઘણી એવી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે, પોલીસે સુશાંતના નોકર અને નજીકના મિત્રો તેમજ સાગા સંબંધીઓની પણ પુછપરછ કરી છે. આ બધા વચ્ચે પોલીસ પાસે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં સુશાંતે એક વાર નહિ પરંતુ બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Image Source

સુશાંતે પહેલા આત્મહત્યા કરવા માટે બાથરોબ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે ફાટી ગયો હતો. ત્યારબાદ સુશાંતે તેના કબાટમાં રાખેલા કપડામાંથી એક કુર્તી લઈને તેનાથી ફાંસી લગાવી લીધી. હવે પોલીસ એ તપાસમાં લાગી ગઈ છે કે શું એ કુર્તી સુશાંતનો ભાર ઉઠાવી શકે તેમ હતી કે નહીં ? જેના માટે તેને કાલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુહંત સિંહ રાજપુતે જે રૂમની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં જમીન ઉપર બાથરોબના ટુકડા મળ્યા છે. પોલીસને શકે છે કે સુશાંતે પહેલા બાથરૂમની અંદર રહેલું બાથરોબથી લટકવાની પ્રયાસ કર્યો પરંતુ તે તૂટી ગયો. જેના કારણે સુશાંત પહેલીવાર આત્મહત્યા કરવામાં સફળ નહોતો રહ્યો, ત્યારબાદ તેને પોતાના કબાટને ફેંદ્યુ અને લીલા રંગની કુરતીને બહાર કાઢી તેનાથી ગાળીઓ બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસને આ વાતનો ત્યારે શક થયો જયારે બાથરોબ બેલ્ટ 2 ટુકડામાં જમીન ઉપર પડેલો મળ્યો, જયારે સુશાંતની ડેડબોડી બેડ ઉપર પડેલી હતી, જે એ સમયે રૂમની અંદર હાજર હતા તે લોકોએ કૂર્તાથી લટકાયેલી લાશના ગાળિયાને કાપ્યો હતો. સૂત્રો પ્રમાણે કાલીના ફોરેન્સિક લેવમાં કુરતીને તન્યતાને માપવા માટે ઉપકરોનોના ઉપયોગ કરશે, જેનાથી એ ખબર પડી શકશે કે કુર્તો સુશાંતનુ વજન ઉઠાવી શકતો હતો?

Image Source

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચનામા દરમિયાન સુશાંતનું કબાટ ખુલ્લું હતું અને ઈસ્ત્રી કરેલા કપડાં પણ વૈખેરાયેલા હતા. બાથરોબ બેલ્ટ ફાટી જવાના કારણે એવું લાગે છે કે સુશાંતે પછી કુર્તાનો સહારો લીધો હતો.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.