ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતાં નોકરે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે- છેલ્લા થોડા દિવસથી…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈહળે આત્મહત્યા કર્યા બાદ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ સાથે અલગ અલગ વાતો બહાર આવી રહી છે, બોલીવુડના ઘણા બધા અભિનેતાઓએ સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે ત્યારે આ બધા વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનો પણ અભિપ્રાય સામે આવ્યો છે.

Image Source

અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના અવસાનને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, તેને ઈશારામાં જ ઇન્ડસ્ટ્રીની ઘણી બાબતો ઉપર આકરા પ્રહાર કરીને કેટલીક ભાવનાઓને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર પણ ગણાવ્યું છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે લોકો પરિવારના નથી હોતા તેમને ઉપેક્ષાનો શિકાર થવું પડે છે.

Image Source

કંગનાએ આ વીડિયોમાં જણાવ્યું કે સુશાંતે આત્મહત્યા નથી કરી, પરંતુ આમ કરવા માટે તેના દિમાગમાં કેટલાય પ્રકારની વસ્તુઓ ભરવામાં આવી હતી. સાથે કંગનાએ એમ પણ જણાવ્યું કે તેના કામનો સ્વીકાર કરવામાં નહોતો આવી રહ્યો, તેને છિછોરે જેવી સુંદર ફિલ્મ કરી તે છતાં પણ “ગલી બોય” જેવી વાહિયાત ફિલ્મને બધા જ એવોર્ડ આપી દેવામાં આવે છે. તેને કહ્યું કે આ આત્મહત્યા નહિ પરંતુ એક પ્લાન મર્ડર હતું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ઘણી યાદો આપણી સાથે જોડાયેલી છે, એવી જ એક સુશાંતની યાદ આપવી તેવી ઘટના તેના એક ચાહકે જણાવી છે. સુશાંતનો આ ચાહક કેરળમાં પૂર પીડિતોને મદદ કરવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા, જયારે તેને સુશાંતને કહ્યું ત્યારે સુશાંતે તેના ચાહકના નામ ઉપર જ 1 કરોડ રૂપિયાની મદદ કરી હતી.

Image Source

આ ઘટના છે વર્ષ 2018ની જયારે કેરલાની અંદર ભયંકર પૂર આવ્યું હતું અને કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો, અને રાજ્યની હાલત પણ સાવ ખરાબ થઇ ગઈ હતી. તે સમયે ભગવાનની જેમ સુશાંત સિંહ રાજપૂત સામે આવ્યો હતો. આવા મુશ્કેલ સમયમાં સુશાંત સિંહ રાજપૂતે કેરળ રિલીફ ફંડની અંદર 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતે જ આ બાબતે જણાવ્યું હતું કે તે કોઈના તરફથી આ પૈસાનું દાન આપી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર જ સુશાંતના એક ચાહકે સુશાંતને પૂછ્યું હતું કે : :મારી પાસે પૈસા નથી, પરંતુ હું કંઈક દાન કરવા માંગુ છું,” ત્યારે સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે: “તેના તરફથી કેરળ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન કરશે” સુશાંતની આ પહેલથી ચાહકો ઘણા પ્રભવિત થયા હતા. ઘણા બધા ચાહકોએ સુશાંતની સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા કરી હતી. જેના કારણે સુશાંતે સૌનો ધન્યવાદ પણ કર્યો હતો.

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.

Image Source

તેના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો સુશાંતે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે 6 વર્ષ ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું, બંન્ને વચ્ચે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા નજીકતા વધી હતી. જેના પછી સુશાંત અભિનેત્રી રિયા ચર્કવર્તીને ડેટ કરી રહયા હતા. બંન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળતા હતા અને વેકેશનમાં પણ સાથે જ જતા હતા.

Image Source

અમુક દિસવો પહેલા જ સુશાંતે 3 જૂન ના રોજ પોતાની માં ની યાદમાં ભાવુક પોસ્ટ લખી હતી જેના પર રિયાએ પણ દિલવાળી ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જો કે બંન્નેએ પોતાના સંબંધને ક્યારેય જાહેરમાં કબુલ્યો ન હતો.

ટીવી અને બૉલીવુડ એક્ટર સુશાંત સિંહને આજે ભીની આંખે અંતિમ વિદાઈ આપી હતી. બૉલીવુડનો આશાસ્પદ એકટરનો સિતારો આજે અચાનક આથમી જતા બધા જ લોકો આઘાતમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન જેવી બીમારી સામે ઝઝૂમતો હતો. સુશાંતના ઘરે કામ કરતાં એક નોકરે એક્ટરના છેલ્લા દિવસો વિશે વાત કરી છે. સુશાંતના નોકરે જણાવ્યું કે, એક્ટર છેલ્લા થોડા દિવસથી પરેશાન હતો. દાવો પણ કરવામાં આવ્યો છે કે, સુશાંત અમુક દિવસોથી ખૂબ ચૂપ રહેતો હતો. તેણે વાતચીત ઓછી કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતને ખૂબ જિંદાદિલ વ્યક્તિ હતો અને સપનાઓથી છલોછલ હતો. તેણે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તેની 50 ઈચ્છાઓનું લિસ્ટ પણ મૂક્યું હતું. અચાનક સુશાંતે આ ફાની દુનિયાને અલવિદા કહેતા લોકોને વિશ્વાસ નહીં આવતો. પોલીસે સુશાંતના કેસની તપાસ કરી રહી છે. તેના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નહોતી. પ્રાથમિક પોસ્ટમોર્ટ રિપોર્ટ મુજબ, ફાંસો ખાવાથી શ્વાસ રુંધાવાના કારણે સુશાંતનું મોત થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુશાંત છેલ્લીવાર સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ ‘દિલ બેચારા’માં જોવા મળશે. આ ફિલ્મ મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉન પહેલા જ પૂરું કરાયું હતું, આ ફિલ્મ હોલિવુડની હિટ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ સંજના સાંઘી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.