બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં જ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી. સુશાંતના ડિપ્રેશનમાં આવવા પાછળના ઘણા બધા કારણો છે.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પણ તેના માટે જવાબદાર છે, પોલીસ પણ કારણો શોધવામાં લાગી ગઈ છે પરંતુ આ દેશે એક ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો હોવાનું દુઃખ સૌને છે.

આજે સુશાંતની ઘણી યાદો આપણી સાથે જોડાયેલી છે. એવી જ એક યાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં સુશાંતનુ ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુશાંત ખુબ જ પ્રેમાળ સ્વાભાવ વાળો અભિનેતા હતો તેના કારણે તે ફિલ્મોમાં તો અભિનયથી ચાહકોનું દિલ જીતતો જ હતો પરંતુ સામાન્ય જીવનમાં પણ લોકો માટે પ્રેરણારૂપ હતો.

તે એક જમીન સાથે જોડાયેલો અભિનેતા હતો તેની સાબિતી આ વિડીયો આપે છે. સુશાંત જયારે બિહારના ગ્રેન્ડપેરેંટ્સ ગામની મુલાકાતે ગયો ત્યારે ગામના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
View this post on Instagram
આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર સુશાંત પ્રત્યે લોકોની ભાવના અને પ્રેમ જોઈ શકાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.