ખબર ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યાના એક મહિના પછી પહેલીવાર તેની પ્રેમિકા રિયાએ અભિવ્યક્ત કર્યું દર્દ, કહ્યું: “સુશ તને ખોયા પછી….”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને આજે એક મહિનો પૂરો થઇ ગયો છતાં પણ સુશાંતની ઘણી યાદો સુશાંતના ચાહવા વાળા સાથે જોડાયેલી છે. તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની હાલત તો તેના મિત્રો જણાવતા જ આવ્યા છે, પરંતુ હવે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ પહેલીવાર સુશાંતને ખોવાણું પોતાનું દર્દ અભિવ્યક્ત કર્યું છે.

Image Source

રિયા અને સુશાંતના અફેરની ખબરો છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં છવાયેલી હતી. સુશાંતના અવસાન બાદ તેને સોશિયલ મીડિયા ઉપર એક પણ પોસ્ટ નહોતી કરી જેના કારણે સુશાંતના ચાહકો પણ રિયા તરફ પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યા હતા. પરંતુ આજે રિયાએ પોતાનું દુઃખ સોશિયલ મીડિયા દ્વારા અભિવ્યક્ત કર્યું છે.

રિયાએ સુશાંત સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે કે: “હજુ સુધી તને ખોવાનું દર્દ ઉઠાવી રહી છું, પોતાનાથી જ લડી રહી છું. તું એ છે જેને મને પ્રેમ ઉપર અને પ્રેમની તાકાત ઉપર વિશ્વાસ કરાવ્યો. તે મને શીખવ્યું કે કેવી રીતે ગણિતનો એક નાનો ફોર્મ્યુલા લાઈફને સમજવામાં મદદ કરે છે હું તને વચન આપું છું કે હું તારાથી હંમેશા શીખતી રહીશ.”

રિયાએ આગળ લખ્યું છે કે: “હું જાણું છું કે તું હવે વધારે શાંતિનું જીવન જીવી રહ્યો છું. તું આ દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ છે જેને હજુ સુધી કોઈએ નથી જોયો. મારા શબ્દો તારા પ્રત્યે રહેલા પ્રેમને વ્યક્ત કરવામાં અસમર્થ છે અને મને આજે ખબર પડી રહી છે કે પ્રેમ આ દુનિયાથી પર છે.”

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ મનને ભારે કરતા લખ્યું છે કે: “તમે ખુલ્લા દિલથી બધું જ પસંદ કરતા હતા અને હવે તમે મને જણાવ્યું કે આપનો પ્રેમ વાસ્તવમાં અનંત છે. શાંતિથી રહો સુશી…. તમને ખોવાના 30 દિવસ પરંતુ તમને પ્રેમ કરવા માટે એક જીવન…!!!”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.