ફિલ્મી દુનિયા

સુશાંતની ખાસ ફ્રેન્ડે કર્યો મોટો ધડાકો, કહ્યું-અમે બન્નેએ કલાકો સુધી આત્મહત્યાની વાતો કરી અને પછી

14 જૂન રવિવારના રોજ બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. સુશાંતની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા અભિનેતાઓએ બોલીવુડમાં ચાલી રહેલા ભાઈ ભત્રીજાના વિરોધમાં આવ્યા, પોલીસ પણ સુશાંતની આત્મહત્યા કરવાનું કારણ તપાસવામાં લાગી ગઈ, સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું, અને એ ડિપ્રેશનના ઘણા બધા કારણો સામે આવ્યા.

Image Source

હવે સુશાંતની એક નજીકની મિત્રે પણ સુશાંતની આત્મહત્યા બાબતે મોટો ખુલાસો કર્યો છે.સુશાંતની નજીકની મિત્ર અને મોડેલ એવી આયશા કપૂર અદલખાએ ઇન્સ્ટાગ્રામ પાર એક મોટી પોસ્ટ કરીને ઘણું બધું જણાવ્યું છે. આયશાએ એ વાત પણ યાદ કરી જયારે તે પહેલીવાર મળી હતી અને તેને આત્મહત્યા વિષે વાત કરતા કહ્યું હતું કે બાલ્કની ઉપરથી કુદવાથી કેવું લાગશે.

Image Source

આયશાએ લખ્યું કે “હું પહેલીવાર તેમને તેના બાંદ્રા સ્થિત ઘરમાં મળી હતી. અમે એ સમયે આત્મહત્યા વિષે વાત કરી હતી. મનાઈ યાદ છે કે અમે એમની બાલ્કનીથી નીચે જોઈ રહ્યા હતા જે થોડા માળ ઉપર હતી. તેને મને પૂછ્યું હતું કે જો આપણે અહિયાંથી કૂદીએ તો કેવું લાગશે?  ત્યારબાદ અમે જીવનના મૂલ્યો અને રોમાન્સ વિષે વાત કરી. અમે ઘણી સારી વાતો પણ કરી. અમે સાથે ડ્રિન્ક પીધી અને પછી મિત્રો સાથે પાછા ઘરે આવી ગયા.”

Image Source

આજ પોસ્ટમાં આયશાએ આગળ જણાવ્યું છે કેલ :તે એક જાગૃત અને વિચારશીલ વ્યક્તિઓમાંનો એક હતો. તે દરેક વસ્તુને જાણવા માંગતો હતો. પ્રશ્નોથી ભરેલો. એ બધા જ પ્રસિદ્ધ લોકોથી અલગ હતો જેટલાને હું આજ સુધી મળી છું. તેની પાસે તેની ઉર્જા હતી અને એક અલગ આશા પણ હતી.”

Image Source

આયશાએ આગળ પણ લખ્યું છે કે: “મને નહોતી ખબર કે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે. કદાચ એને કોઈપણ રીતે રોકી શકાતું, તે આ વાતને દર્શાવે છે કે બસોથી મજબૂત માણસ, સૌથી સ્થિર માણસ પણ માંસકીક રૂપથી ખતરામાં હોઈ શકે છે.”

 

View this post on Instagram

 

A post shared by Ayesha Kapoor Adlakha (@ayeshaadlakha) on

સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનોને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંતે આત્મહત્યા કરી છે. તેમનું કહેવું છે કે તેને મુશ્કેલીનો સમય પણ હસતા હસતા પસાર કર્યો છે. સુશાંત હાર માનવ વાળાઓમાંથી નથી. સુશાંતના એક પાડોશીએ જણાવ્યું કે જયારે સુશાંતની માતાનું નિધન થયું હતું ત્યારે પણ સુશાંતનુ દિલ તૂટ્યું હતું પરંતુ તે તૂટ્યો નહોતો. હવે તો બધું સારું હતું. સુશાંત એક મોટું નામ હતું હવે તે શા કારણે આત્મહત્યા કરી શકે છે?

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.