ખબર

મુંબઈમાં દીકરાની આત્મહત્યા પછી પિતાની તબીયત બગડી જાણો વિગત

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોતાના જ ઘરે આત્મહત્યા કરવાની ખબર પછી તરત જ પટનાના રાજીવ નગર કોલોનીમાં રહેતા તેના પિતાની તબિયત બગડી ગઈ છે. પટનામાં તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. લોકોનું કહેવું હતું કે સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહ દીકરાના નિધનની ખબર સાંભળતા જ લથડી પડ્યા હતા અને તે બોલવાની સ્થિતિમાં પણ ન હતા.

મંગળવાર સવારે સુશાંતના પિતાની અચાનક જ તબિયત ખરાબ થઇ ગઈ અને તે બેભાન પણ થઇ ગયા હતા. જેના પછી તેને આનન ફનનમાં પટના માટે રવાના પણ કરવામાં આવ્યા છે.

પટનાના ઘરની સાર સંભાળ કરનારી લક્ષ્મી દેવીએ કહ્યું કે દીકરાના નિધનન ખબર આવ્યા પછીથી જ તેની તબિયત ખરાબ થઇ ગઈ હતી. તેણે કહ્યું કે સુશાંતની મોટી બહેન ચંદીગઢમાં રહે છે અને પટના માટે નીકળી ચુકી છે.
સોમવારે કૃષ્ણ કુમાર સિંહ દીકરાના અંતિમ સંસ્કારમાં શામિલ થયા હતા.

તેના સિવાય બોલીવુડના અમુક દીગ્ગજ કલાકારો સહીત 20 થી પણ વધારે લોકો શામિલ થયા હતા પણ સ્મશાનની અંદર માત્ર 20 લોકોને જ જવાની પરવાનગી હતી. બાકીના લોકો સ્મશાનની બહાર જ ઉભા રહ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.