ફિલ્મી દુનિયા

સુશાંતના નિધન પછી પહેલીવાર બોલ્યા પિતા, કહ્યું કે અંતિમ સંસ્કારમાં માત્ર આ એક જ એક્ટ્રેસ…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેના નિધન પછી હવે પહેલી વાર સુશાંતના પિતાએ પોતાની ચુપ્પી તોડતા મીડિયા સાથે વાત કરી છે. ઇન્ટરવ્યૂમાં પિતાએ ઘણા ખુલાસા કર્યા હતા.

ઇન્ટરવ્યૂમાં સુશાંતના પિતા કેકે સિંહએ સુશાંતની ઈચ્છાઓ, તેના બાળપણ અને લગ્નની યોજનાનોને લઈને ઘણી બધી વાતો કરી હતી. તેના પિતાએ એવું પણ કહ્યું કે સુશાંતના અંતિમ સંસ્કારમાં તેને સાંત્વના આપવા માટે ઘણા દિગ્ગજ લોકો આવી પહોંચ્યા હતા પણ તેની સાથે વાત માત્ર એક જ અભિનેત્રીએ કરી હતી.

જ્યારે કેકે સિંહને પૂછવામાં આવ્યું કે વ્યક્તિગત રૂપે તેની સાથે કોણે વાત કરી હતી ત્યારે તેના પિતાએ જવાબમાં કહ્યું કે તે સમયે ઘણા લોકો આવ્યા હતા પણ મારી સાથે વ્યક્તિગત રૂપે માત્ર ક્રિતી સેનને જ વાત કરી હતી. કોરોનાને લીધે બધા દૂર દૂર ઉભેલા હતા પણ તે મારી પાસે ઉભેલી હતી. જો કે મોઢા પર માસ્ક લગાવેલા હોવાથી હું કોઈને ઓળખી શક્યો ન હતો પણ પછી મને ખબર પડી કે મારી સાથે જેણે વાત કરી તે ક્રીતી સેનેન હતી.

કેકે સિંહે આગળ કહ્યું કે ક્રિતીએ મને કહ્યું કે,”સુશાંત એક ખુબ જ સારો છોકરો હતો.” જો કે આ દરમિયાન મેં તો કઈ વાત કરી ન હતી પણ ક્રિતી જે કહી રહી હતી અમે તેને સાંભળી રહ્યા હતા.

આ સિવાય કેકે સિંહને પુછવામાં આવ્યું કે તે મુંબઈમાં ત્રણ દિવસ રોકાયા તે દરમિયાન તેને કોણ કોણ મળવા આવ્યું હતું, તો જવાબમાં તેમણે કહ્યું કે આ દરમિયાન તેને માત્ર અંકિતા લોખંડે જ મળવા માટે આવી હતી. કેકે સિંહે જણાવ્યું કે અંકિતા અહીં પટનામાં પણ અમને મળવા માટે આવી હતી.

આ સિવાય કેકે સિંહે જણાવ્યું કે તે બિહારમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરેનું નિર્માણ કરવા માગતો હતો પણ દુર્ભાગ્યથી તેની આ ઈચ્છાઓ અધૂરી જ રહી ગઈ.

જણાવી દઈએ કે અંકિતા સાથેના બ્રેકઅપ પછીસુશાંત ક્રિતી સેનનને ડેટ કરવા લાગ્યા હતા. ફિલ્મ રાબતા પછી બંન્ને વચ્ચે નજીકતા વધવા લાગી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.