ખબર ફિલ્મી દુનિયા

સુશાંતના પિતાનો આરોપ, રિયાએ મારા દીકરાને આપી હતી બરબાદ કરવાની ધમકી- વાંચો સૌથી મોટો ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને દોઢ મહિનો વીતી ગયો, પરંતુ હજુ સુધી તેની આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું, તેની આત્મહત્યા બાદ બૉલીવુડ ઉપર પણ ઘણા સવાલો ઉઠ્યા, મુંબઈ પોલીસે પણ ઘણા લોકોની પુછપરછ કરી પરંતુ ગઈ કાલે સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ FIR નોંધાવતા માહોલ ગરમાયો હતો.

Image Source

સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે: “મારો દીકરો ફિલ્મ લાઈન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો. ત્યારે રિયાએ આ વાતનો વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે તું ક્યાંય નહિ જાય અને જો મારી વાત નહિ માનું તો હું મીડિયામાં તારો મેડિકલ રિપોર્ટ આપી દઈશ અને બધાને જણાવી દઈશ કે તું પાગલ છે. પરંતુ જયારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત નથી માની રહ્યો અને તેનું બેંક બેલેન્સ બહુ જ  ઓછું થઇ રહ્યું છે ત્યારે રિયાએ સુશાંતના ઘરેથી ઘણો જ મહત્વપૂર્ણ સામાન લઇ ગઈ હતી.”

Image Source

સુશાંતના પિતાએ આગળ લખ્યું કે: “તેને મારા દીકરા સુશાંતનો ફોન તેના ફોનમાં બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંતે મારી દીકરીને ફોન કર્યો હતો અને તેને કહ્યું હતું કે રિયા તેને ક્યાંક ફસાવી દેશે. તે અહિયાંથી ઘણો જ સમાન લઈને ચાલી ગઈ છે અને મને ધમકી આપીને ગઈ છે કે જો તે મારી વાત નહિ માની તો તારી સારવારના બધા જ કાગળ મીડિયાને આપી દઈશ અને કહી દઈશ કે તું પાગલ છે. તને કોઈ કામ નહીં આપે અને તું બરબાદ થઇ જઈશ.”

Image Source

સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો છે કે સુશાંતની મુલાકાત રિયા સાથે વર્ષ 2019માં થઇ હતી. તે સમય સુધી સુશાંત કોઈપણ પ્રકારની માનસિક બીમારીમાં નહોતો સપડાયેલો. એ વાતની પણ તપાસ થવી જોઈએ કે એવું શું થયું કે રિયાને મળ્યા બાદ સુશાંત માનસિક રીતે હેરાન રહેવા લાગ્યો? સુશાંતના પરિવારે પૂછ્યું કે જો સુશાંતનો માનસિક બીમારીને લઈને ઈલાજ ચાલી રહ્યો હતો તો તેના વિશે પરિવારજનો પાસે કેમ સલાહ લેવામાં ના આવી?”

Image Source

આ ઉપરાંત રિયા ઉપર આરોપ છે કે તે સુશાંતને ટ્રીટમેન્ટ દરમિયાન પોતાના ઘરે લઇ ગઈ હતી અને તેને ઓવરડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ રિયાએ આ મામલામાં જણાવ્યું હતું કે સુશાંતને ડેન્ગ્યુ છે.

Image Source

કેકે સિંહનો રિયા ઉપર આરોપ છે કે તે સુશાંતને કોઈ ફિલ્મ સાઈન નહોતી કરવા દઈ રહી. જયારે પણ કોઈ ફિલ્મની ઓફર આવતી હતી તો તે તેને દબાણ કરતી કે સુશાંત એજ પ્રોજેક્ટને સાઈન કરે જેમાં રિયા તેની સામે અભિનેત્રી તરીકે કામ કરી રહી હોય.

Image Source

કેકે સિંહે પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે રિયાએ સુશાંતના જુના અને વિશ્વાસુ સ્ટાફને કાઢી નાખી અને તેની જગ્યાએ એવા લોકોને રિપ્લેસ કર્યા હતા જે રિયાને ઓળખતા હતા. તે આના દ્વારા સુશાંતને માઈક્રો સ્તર ઉપર મેનેજ કેવા માંગતી હતી.

Image Source

ડિસેમ્બર 2019માં રિયાએ જાણી જોઈને સુશાંતનો મોબાઈલ નંબર બદલાવ્યો કારણ કે તે ઘરવાળા સાથે વાત ના કરી શકે. આ ઉપરાંત રિયા સુશાંતને પટના પોતાના ઘરે પણ આવવા નહોતી દેતી.

Image Source

રિયા ઉપર એ આરોપ પણ છે કે વર્ષ 2019માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા પરંતુ થોડા જ મહિનામાં 15 કરોડ રૂપિયાને ઘણા એવા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે સુશાંત સાથે લિંક નહોતા. આ વાતની પણ તપાસ થવી જોઈએ કે રિયા અને તેના સાથીઓએ કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે.

Image Source

રિયા સાથે મુંબઈ પોલીસે જયારે પુછપરછ કરી હતી ત્યારે તેને કહ્યું હતું કે તે સુશાંત સાથે લગ્ન કરવાની હતી અને તેને સુશાંત આત્મહત્યા કેસની અંદર અમિત શાહ પાસે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.