ખબર ફિલ્મી દુનિયા

થોડી જ મિનિટોમાં પંચમહાભૂતમાં વિલીન થઇ જશે સુશાંત સિંહ રાજપૂત, તસ્વીરો જુઓ ક્લિક કરીને

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

Image Source

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.

Image Source

તેના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો સુશાંતે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે 6 વર્ષ ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું, બંન્ને વચ્ચે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા નજીકતા વધી હતી. જેના પછી સુશાંત અભિનેત્રી રિયા ચર્કવર્તીને ડેટ કરી રહયા હતા. બંન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળતા હતા અને વેકેશનમાં પણ સાથે જ જતા હતા.

Image Source

અમુક દિસવો પહેલા જ સુશાંતે 3 જૂન ના રોજ પોતાની માં ની યાદમાં ભાવુક પોસ્ટ લખી હતી જેના પર રિયાએ પણ દિલવાળી ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જો કે બંન્નેએ પોતાના સંબંધને ક્યારેય જાહેરમાં કબુલ્યો ન હતો.

Image Source

સુશાંતના નિધનના પહેલાના બે કલાક પહેલા જ રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આત્મહત્યાના પહેલા જ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સ્વિમિંગ પુલની પાસે શૂટિંગ કરતી જોવા મળી હતી. વીડિયોને શેર કરતા રિયાએ કેપશન આપ્યું કે તે શુટિંગનું કેટલું યાદ કરી રહી છે.

ટીવી અને બૉલીવુડ એક્ટર સુશાંત સિંહએ ગઈ કાલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું. સુશાંતના આ પગલાંથી બધા લોકો હેરાન પરેશાન છે. મોડી રાત્રે મુંબઈની હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by MPL (@mindpothundilopala1) on

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. એક્ટરના પિતા તૂટી ગયા છે. તેમને વિશ્વાસ નથી બેસતો કે તનો પુત્ર આમ અચાનક સાથ છોડીને જતો રહેશે.

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon (@peeping.moon) on

સુશાંતસિંહ રાજપૂતના વિલે પાર્લેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેના પિતા પિતા અને પિતરાઇ ભાઇ નીરજસિંહ બપોરે પટનાથી મુંબઇ આવ્યા હતા અને સીધા સુશાંતના બાંદ્રા ફ્લેટમાં ગયા હતા. તેની એક બહેન અને કેટલાક અન્ય સંબંધીઓ મુંબઈમાં પહેલેથી જ છે. બીજી તરફ, તેની મિત્ર રિયા ચક્રવર્તી મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સુશાંતનો મૃતદેહ રાખવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyworld (@ibollyworld) on

કોવિડ 19 પ્રોટોકોલને કારણે 20 થી વધુ લોકો સુશાંતની સસ્મ્શાન યાત્રામાં ભાગ લઈ શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

સુશાંત સિંહ રાજપુતે અચાનક દુનિયા છોડી દીધી તેનાથી સમગ્ર બોલિવૂડ શોકમગ્ન થયુ છે. શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, દિશા પટ્ટની, અજય દેવગણ, ફરહાન અખ્તર સહિત અનેક કલાકારોએ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.