ફિલ્મી દુનિયા

એકના એક ભઈલાના નિધનથી ભાંગી પડી ત્રણ બહેનો, જુઓ પિતાની હાલત 7 તસ્વીરોમાં

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.
સુશાંતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. પટનાથી તેમના પિતા અને બહેનો મુંબઈ આવી ચૂક્યા છે. બીજી તરફ, એક બહેન પહેલાથી મુંબઈમાં છે.
સુશાંતના નિધનની ખબર પડતા જ તેના પટના સ્થિત ઘરે ભીડ જમા થવા લાગી હતી. ચાર બહેનોનો એકનો ભાઈ હોય બહેનો સુશાંતના નિધનના સમાચાર સાંભળીને ભાંગી પડી હતી. સુશાંત સિંહના પિતા પણ ભાંગી પડયા હતા. સુશાંતના પિતા કેકે સિંહ વારંવાર બેભાન થઇ જતા હતા.

આજે તેના બેહનો અને પિતા પટનાથી મુંબઈ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તો સુશાંતની અન્ય એક બહેન યુએસ જલ્દીથી જલ્દી મુંબઈ આવવા માંગે છે. સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દરેક, ચાહકો, ક્રિકેટરો, રાજકારણીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું છે.

કાંઈ પો છે, એમએસ ધોની, પીકે,કેદારનાથ અને છિછોરે જેવી ફિલ્મમાં કામ કરનાર એક્ટર સુશાંત ભગવાન શિવને બહુ જ માનતો હતો.આત્મહત્યા જેવું કદમ ઉઠાવતા પહેલા સુશાંતે ભગવાન શંકરનો એક મંત્ર શેર કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ 2019 માં રિલીઝ થઈ હતી. તેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી.આ ફિલ્મમાં પ્રતિક બબ્બર અને વરૂણ શર્મા પણ હતા. આ સિવાય નવેમ્બરમાં જેક્લીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ ‘ડ્રાઇવ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સુશાંતે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝન સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ સે’ થી કરી હતી. જો કે, તે તેની બીજી ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માટે પ્રખ્યાત હતો.

બિહારના રહેવાસી સુશાંતના સપના ઘણા મોટા હતા. સુશાંતે ગત વર્ષે જ તેના 50 વસ્તુનો ડ્રિમ લિસ્ટ બનાવી હતી. જે જિંદગીમાં એક વાર તે સપનું સાકાર કરવા માંગતો હતો.
જેમાં આમાંથી કેટલાંય સપનાં પૂરા કર્યાં વગર જ સુશાંત જતો રહ્યો…

 1. – પ્લેન ચલાવતા શીખવું
 2. – આયર્નમેન ટ્રાયથલોન (સ્વિમિંગ, સાઈક્લિંગ તથા રનિંગ)ની ટ્રેનિંગ
 3. – ડાબે હાથે ક્રિકેટ રમવું
 4. – મોર્સ કોડ (ટેલીકમ્યુનિકેશનની ભાષા) શીખવી
 5. – સ્પેસ અંગે શીખવામાં બાળકોની મદદ કરવી
 6. – ચાર તાળીવાળા પુશઅપ કરવા
 7. – એક હજાર વૃક્ષો વાવવા
 8. – મારી દિલ્હી કોલેજની હોસ્ટેલમાં સાંજ પસાર કરવી
 9. – કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું
 10. – પુસ્તક લખવું
 11. – છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા
 12. – જંગલમાં અઠવાડિયું પસાર કરવું
 13. – વૈદિક જ્યોતિષ સમજવું
 14. – ઓછામાં ઓછા 10 ડાન્સ ફોર્મ શીખવા
 15. – ખેતી કરવી
 16. – 50 ફેવરિટ સોંગ ગિટાર પર શીખવા
 17. – લેમ્બોર્ગિની ખરીદવી
 18. – સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવી
 19. – વિએનાના સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલમાં જવું
 20. – કૈપોઈરા શીખવું (આફ્રિકા-બ્રાઝિલિયન માર્શલ આર્ટ)
 21. – ટ્રેન દ્વારા યુરોપની યાત્રા કરવી
 22. – ચેમ્પિયન સાથે ટેનિસ રમવું
 23. – અઠવાડિયા સુધી ચંદ્ર મંગળ ગુરુ અને શનિ નો માર્ગ માપવો
 24. – બ્લુ હોલ (કેરેબિયન)માં ડાઇવ મારવી
 25. – ડબલ સ્લિટ એક્સપરિમેન્ટ કરવો
 26. – 100 બાળકોને નાસા કે ઇસરોની વર્કશોપમાં મોકલવા
 27. – ચેમ્પિયન સાથે પોકર રમવું
 28. – CERNની મુલાકાતે જવું
 29. – ઓરોરા બોરીયાલિસ દોરવા
 30. – નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી
 31. – મેક્સિકોના સેનોટિસમાં તરવું
 32. – જોઈ ન શકતી વ્યક્તિને કોડિંગ શીખવવું
 33. – ડિઝનીલેન્ડ જવું
 34. – અમેરિકાની LIGO ની મુલાકાત લેવી
 35. – ઘોડો ઉછેરવો
 36. – ફ્રી એજ્યુકેશન માટે કામ કરવું
 37. – શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમેડા નું ઓબ્ઝર્વેશન કરવું
 38. – ક્રિયા યોગ શીખવા
 39. – એન્ટાર્કટિકા ની મુલાકાત લેવી
 40. – સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવામાં મદદ કરવી
 41. – સક્રિય જ્વાળામુખી નું શૂટિંગ કરવું
 42. – બાળકોને ડાન્સ શીખ વવો
 43. 0- બંને હાથે તીર કામઠા ચલાવતા શીખવું
 44. – Resnick-Halliday ફિઝિક્સ બુક આખી વાંચવી0
 45. – પોલિનેશિયન એસ્ટ્રોનોમી સમજવી
 46. – ચેમ્પિયન સાથે ચેસ રમવું
 47. – સિમેટિક્સના પ્રયોગો કરવા
 48. – ભારતનાં સંરક્ષણ દળ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી
 49. – દરિયામાં સર્ફિંગ શીખવું
 50. – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પોનેન્શિયલ ટેક્નોલોજીસમાં કામ કરવું…
  શામેલ છે.
લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.