ફિલ્મી દુનિયા

દોઢ વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતે ફેસબુક પર લખ્યું હતું કે, અપના ગમ લે કે કહી ઔર ના જાયા જાયે…

સુશાંત સિંહી નિધન બધા માટે એક કોયડો બની ચૂક્યું છે. સુશાંતએ આખરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. સુશાંતના આપઘાતથી બધા જ લોકોમાં દુઃખ છવાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

સુશાંત આખરે તેના સપના,વિચારો, ક્રિએટિવિટીને સમેટીને દૂર ચાલ્યો ગયો છે. પરંતુ તેની સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ કંઈક ને કંઈક કહી જાય છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેને સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું હતું કે, અપના ગમ લે કે કહી ઔર ના જાયા જાયે। સુશાંતની આ પોસ્ટ માટે તેને જાણીતા હિન્દી અને ઉર્દુ કવિ નિંદા ફાઝલીની કવિતાનો ઉપયોગ કર્યો હતો.

10 ડિસેમ્બર 2018 ના રોજ તેમની પોસ્ટમાં, તેમણે આતસ્વીર સાથે તેમના વિચારો વ્યક્ત કરવા નિદા ફાઝલીની એક કવિતાનો ઉપયોગ કર્યો હતો. હવે આ કવિતાના દરેક શબ્દો પર વિચાર કરવાની ફરજ પાડવામાં આવે છે, જ્યાં તે લખ્યું હતું કે, આત્મહત્યા કરવાની જરા પણ હિંમત ન કરો, હજુ થોડા દિવસ બીજા કોઈને હેરાન કરો.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

આ કવિતાની પંકિતઓ કંઈક આવી હતી.
अपना ग़म ले के कहीं और न जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये

जिन चिराग़ों को हवाओं का कोई ख़ौफ नहीं
उन चिरागों को हवाओं से बचाया जाये

क्या हुआ शहर को कुछ भी तो नज़र आये कहीं
यूं किया जाये कभी खुद को रुलाया जाये

बाग़ में जाने के आदाब हुआ करते हैं
किसी तितली को न फूलों से उड़ाया जाये

खुदकुशी करने कि हिम्मत नहीं होती सब में
और कुछ दिन अभी औरों को सताया जाये

घर से मस्जिद है बहुत दूर चलो यूं कर लें
किसी रोते हुए बच्चे को हंसाया जाये

~ निदा फ़ाज़ली

જણાવી દઈએ કે, વર્ષ 2018ના અંતમાં જ સુશાંત અને કૃતિની બ્રેકઅપ ઘણું ચર્ચામાં રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સુશાંત 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરના બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 15 જુનના રોજ તેના અંતિમસંન્સ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. હજુ સુધી તેના મોતનું કારણ જાણી શકાયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Sushantsinghrajput (@sushantsinghrajput_09) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.