ફિલ્મી દુનિયા

સુશાંતની યાદમાં તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની હાલત ખરાબ, મિત્રોએ કર્યું દર્દ અભિવ્યક્ત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 15 દિવસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. છતાં હજુ તેની યાદો ઘણા લોકોના દિલમાં અકબંધ છે. સુશાંતની પૂર્વ પ્રેમિકા અભિનેત્રી અંકિતા લોખંડે પણ સુશાંતને ભૂલી નથી શકી અને તેને ઘેરો આઘાત લાગ્યો છે, તે હજુ પણ આ આઘાતમાંથી બહાર નથી નીકળી શકી. હજુ પણ તે સુશાંતને યાદ કરે છે. તેમની આ વાતનો ખુલાસો અંકિતાના અને સુશાંતના એક નજીકના મિત્ર સંદીપ સિંહે કર્યો છે. અને તેને જણાવ્યું છે કે અંકિતા કેવી રીતે સુશાંતની કાળજી રાખતી હતી.

Image Source

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર સંદીપે જણાવ્યું કે: “અંકિતા ફક્ત તેની ગર્લફ્રેન્ડ નહોતી, તેને સુશાંતના જીવનમાં તેની માની જગ્યા લીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને 20 વર્ષ થઇ ગયા છે, પરંતુ મેં ક્યારેય અંકિતા જેવી છોકરી નથી જોઈ, અંકિતની જેમ કોઈપણ સુશાંતની દેખરેખ ના રાખી શકે, કેરિયરની ઊંચાઈ ઉપર પહોંચ્યા બાદ તેને સુશાંત માટે લગભગ અભિનય છોડી દીધો હતો. એટલું જ નહીં બ્રેકઅપ બાદ પણ જયારે સુશાંતની ફિલ્મ રિલીઝ થતી હતી ત્યારે તે દરેક શુક્રવારે ભગવાન પાસે પ્રાર્થના કરતી કે તેની ફિલ્મને સફળતા મળે.”

Image Source

સંદીપે આગળ જણાવ્યું કે “જયારે મેં સુશાંત વિષે ખરાબ સમાચાર સાંભળ્યા ત્યારે મને સૌથી પહેલા અંકિતાની ચિંતા થઇ, મેં અંકિતાને લગભગ ઘણીવાર ફોન કર્યા, પરંતુ તેને ઉઠાવ્યો નહીં, હું જાણતો હતો કે તે એ સમયે કેવા સમયમાંથી પાસકર થઇ રહી હતી. પોસ્ટમોર્ટમ બાદ જયારે હું તેમના ઘરે ગયો ત્યારે અંકિતાએ મને જોરથી ગાલે લગાવી લીધો, હું એને 10 વર્ષથી ઓળખું છું પરંતુ એમને મને આ પહેલા ક્યારેય આ રીતે ગળે નહોતો લગાવ્યો.”

Image Source

આગળ જણાવતા સંદીપે કહ્યું કે: “મારી હમણાં જ અંકિતા સાથે વાત થઇ, જયારે મેં એને કોલ કર્યો ત્યારે તેને રડવાનું શરૂ કરી દીધું, મરાઠી પણ હવે આ સહન નથી થતું, હું તેમને આ હાલતમાં હવે નથી જોઈ શકતો. અંકિતા બહુ જ ઈમોશનલ છે. અને આજ કારણ છે કે તે હજુ સુધી આ ઘટનામાંથી બહાર નથી આવી શકી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.