ખબર મનોરંજન

સુશાંતના ચાહકે કહ્યું:”કેરળ પૂર અસરગ્રસ્તોને મદદ કરવી છે પણ પૈસા નથી” સુશાંતે આપ્યા હતા 1 કરોડ રૂપિયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ઘણી યાદો આપણી સાથે જોડાયેલી છે, એવી જ એક સુશાંતની યાદ આપવી તેવી ઘટના તેના એક ચાહકે જણાવી છે. સુશાંતનો આ ચાહક કેરળમાં પૂર પીડિતોને મદદ કરવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા, જયારે તેને સુશાંતને કહ્યું ત્યારે સુશાંતે તેના ચાહકના નામ ઉપર જ 1 કરોડ રૂપિયાની મદદ કરી હતી.

Image Source

આ ઘટના છે વર્ષ 2018ની જયારે કેરલાની અંદર ભયંકર પૂર આવ્યું હતું અને કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો, અને રાજ્યની હાલત પણ સાવ ખરાબ થઇ ગઈ હતી. તે સમયે ભગવાનની જેમ સુશાંત સિંહ રાજપૂત સામે આવ્યો હતો. આવા મુશ્કેલ સમયમાં સુશાંત સિંહ રાજપૂતે કેરળ રિલીફ ફંડની અંદર 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતે જ આ બાબતે જણાવ્યું હતું કે તે કોઈના તરફથી આ પૈસાનું દાન આપી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર જ સુશાંતના એક ચાહકે સુશાંતને પૂછ્યું હતું કે : :મારી પાસે પૈસા નથી, પરંતુ હું કંઈક દાન કરવા માંગુ છું,” ત્યારે સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે: “તેના તરફથી કેરળ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન કરશે” સુશાંતની આ પહેલથી ચાહકો ઘણા પ્રભવિત થયા હતા. ઘણા બધા ચાહકોએ સુશાંતની સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા કરી હતી. જેના કારણે સુશાંતે સૌનો ધન્યવાદ પણ કર્યો હતો.

સુશાંતે આ બાતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે: “જેમ મેં મારા મિત્રને વાયદો કર્યો હતો, તું જે કરવા માંગતો હતો તે કરી દેવામાં આવ્યું છે, તને તારા ઉપર ગર્વ થવો જોઈએ.”

સુશાંતના જવાનું દુઃખ ચારેય તરફ છે ત્યારે કેરળમાં પણ તેનું દુઃખ જોવા મળ્યું, કેરલાના મુખ્યમંત્રી પી. બીજયને પણ સુશાંતના અવસાન ઉપર શોક પ્રગટ કર્યો છે. તેમને ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને અને કેરળમાં આવેલા પૂર દરમિયાન સુશાંત દ્વારા જે મદદ કરવામાં આવી હતી તેને પણ યાદ કરી છે.”

Author: GujjuRocks Team