સુશાંત સિંહ રાજપૂતના બર્થ ડે પહેલા તેના ડોગે કહ્યુ દુનિયાને અલવિદા, બહેને કહ્યું મિત્ર પાસે સ્વર્ગમાં ચાલ્યો ગયો

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને અઢી વર્ષ જેટલો સમય થઇ ગયો છે. ચાહકો તેના મોતના ગમથી હજુ સુધી ઉભરી શક્યા નથી ત્યાં વધુ એક દુખદ ખબર સામે આવી છે. સુશાંત સિંહના પાલતૂ ડોગ ફજની મોત થઇ ગઇ છે. આ વાતની જાણકારી અભિનેતાની બહેન પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આપી. સુશાંતના ડોગી ફજની મોતની જાણકારી પ્રિયંકાએ ટ્વીટ કરી આપી. પ્રિયંકાએ ટ્વીટ કરી લખ્યુ- ફજ અંતે તું પણ તારા મિત્રની પાસે સ્વર્ગમાં જતો રહ્યો, જલ્દી મળીશું. ત્યાં સુધી…મારું દિલ ભાંગી પડ્યું છે.

ફઝનો 21 જાન્યુઆરી બર્થડે છે, પરંતુ તે પહેલાં તેનું મોત થઈ ગયું.’ જણાવી દઇએ કે, પ્રિયંકાએ બે તસવીરો પણ શેર કરી છે, જેમાંથી એકમાં સુશાંત તેના ડોગ સાથે અને બીજામાં તે તેના ડોગ સાથે જોવા મળી રહી છે. સુશાંતના ગયા બાદ ફજના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં અભિનેતાની યાદમા આ પ્રાણી હેરાન પરેશાન નજર આવતો હતો. ત્યારથી ફજ ઉદાસ રહેવા લાગ્યો હતો. સુશાંત અને તેનો ડગ ફજ બંને ઘણા નજીક હતા. બંને ઘણી મસ્તી કરતા.

સુશાંતની મોત બાદ ફજની હાલત ઘણી ખરાબ થઇ ગઇ હતી. તે ગુમસુમ રહેવા લાગ્યો હતો. હવે સુશાંતની મોત બાદ ફજની મોતે ચાહકોને દુખી કરી દીધા છે. કમેન્ટ સેક્શનમાં ચાહકો ફજની આત્માને શાંતિ મળે તેવી દુઆ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સુશાંતે ફજ સાથે એક તસવીર શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, જો તમે મને યાદ કરો છો, તો મને કોઈ ફરક નથી પડતો કે કોઈ મને ભૂલી જાય. મારો પ્રેમ, મારો ફજ.”

તમને જણાવી દઈએ કે લગભગ અઢી વર્ષ પહેલા સુશાંતનો મૃતદેહ મુંબઈ સ્થિત તેના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે તેના મોત પછી ફજ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યો હતો અને તેણે ઘણા દિવસો સુધી ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. વર્ષ 2020માં 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જે બાદ તેના પરિવારે તેની કથિત ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને અન્ય છ લોકો પર કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પરિવારે કહ્યું હતું કે સુશાંતનું મોત આત્મહત્યા નથી, હત્યા છે. આ સિવાય તેણે રિયા પર તેને ડગ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. સીબીઆઈએ આ મામલાની તપાસ કરી હતી, જો કે બે વર્ષની તપાસ બાદ પણ આ મામલે કંઈ નક્કર બહાર આવ્યું નથી. આ કેસ મામલે રિયાને જેલમાં પણ જલું પડ્યુ હતુ.

Shah Jina