સુશાંતના નિધન બાદ તેના પાલતુ કુતરા ‘ફજ’નું નિધન? જાણો શું છે સચ્ચાઈ

0

સુશાંત સિંહએ 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે જીવનનો અંત લાવી દીધો હતો. તેના નિધનની ખબરથી બધા જ લોકો પરેશાન છે. આખરે એવું તે શું કારણ હતું કે, સુશાંત સિંહે આ પગલું ભર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @sushaantsinghrajpoot on

સુશાંતના નિધન બાદ પાલતુ કૂતરો ફજની તસ્વીર સામે આવી છે જે એક્ટરના જવાથી પરેશાન છે. ફજની બહાર આવેલી તસવીરોમાં તે ઘરમાં દુઃખી બેઠો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા ફોટામાં તે મોબાઇલ લઈને બેઠો છે અને તે ફોન સામે જોવે છે. જેમાં સુશાંતનો ફોટો જોઈ રહ્યો છે. ફજની આ તસવીરો જોઇને સુશાંતના ચાહકો પણ ભાવનાશીલ બની ગયા છે અને તેઓ આ ફોટા પર સતત કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે, ફજનું આ રીતે જોવું પણ દુઃખદ છે.

થોડા સમય પહેલા સમાચાર મળી રહ્યા હતા કે, સુશાંતની યાદમાં ફજએ ખાવા-પીવાનું પણ છોડી દીધું છે. ખાવા-પીવા લીધે ફજનાં મોતનાં સમાચાર પ્રસારિત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by @sushaantsinghrajpoot on

આ વચ્ચે સુશાંતના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફજ સુશાંતના જવાથી દુઃખી છે. પરંતુ તેના મૃત્યુની અફવાહ ખોટી છે. સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને કારણે તેનો કૂતરો ખૂબ જ દુ:ખી અને આઘાતમાં છે.

સુશાંતના સૂત્રોએ ફજના સમાચારને સંપૂર્ણ ખોટા કહ્યા છે. આ સાથે જ કહ્યું હતું કે, ફજ સિવાય સુશાંતના અન્ય 4 કૂતરા પણ સ્વસ્થ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.