ફિલ્મી દુનિયા

રિયાએ સુશાંત સાથે સંબંધોની વાત સ્વીકારી…રિયાએ પોલીસને કહ્યું- સુશાંતમાં 2019થી જ ડિપ્રેશનના લક્ષણો દેખાવા લાગ્યા હતા પણ…

સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મ હત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમમાં કારશ્વાસ રૂંધાવાને કારણે થયું છે સુશાંત પાસેથી પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે સાચો ખુલાસો થઇ શકે પોલીસ ઘણા મામલે તપાસ હાથ ધરી રહી છે મુંબઈ પોલીસે ગુરુવારે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પુછપરછ માટે બોલાવી હતી.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનો જુવાન જોધ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તેની ખાસ ફ્રેન્ડ અભિનેત્રી કહેવાતી રિયા ચક્રવર્તી સાથે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે 11 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. પોલીસ પાસે માહિતી પ્રમાણે રિયાએ આપેલા નિવેદનમાં ઘણી નવી માહિતી બહાર આવી છે. રિયાએ કહ્યું કે એ અમારા બંને Relationship હતી અને એની સાથે જ રહેતી હતી.

એણે સુશાંતના કહેવા પર જ એનું ઘર છોડ્યું હતું. રિયાએ એ પણ કહ્યું કે 2019માં ‘દિલ બેચારા’ મૂવીનું શૂટિંગ પતાવ્યા પછી તરત જ સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. બીજી બાજુ, સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીએ કહ્યું કે સુશાંત એક વર્ચ્યુઅલ ગેમ્સ કંપની બનાવવાની તૈયારીમાં હતો.

રિયાએ પોલીસને કહ્યું કે 2019માં સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાવા લાગ્યાં એટલે તે એની સાથે જ ડૉક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરોએ એને મેડિસિન કોર્સ પૂરો કરવાનું અને રેગ્યુલર ક્લિનિક આવવાનું કહેલું. રિયા પ્રમાણે, સુશાંત ઘણી વાર દવાઓ લેવાનું ઇગ્નોર કરતો હતો. પોલીસ સ્ટેશનેથી નીકળ્યા બાદ રિયાએ મીડિયાના એકેય સવાલના જવાબ આપ્યા નહોતા. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબડાની પણ પૂછપરછ થઈ ચૂકી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રિયા 11-12 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાંજે બહાર આવી હતી. રિયાની પોલીસે 6-7 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા તે લોકોમાં હતી જેને મૃત્યુ પહેલા થોડો સમય સુશાંત સાથે પાસ કર્યો હતો.ફોટોગ્રાફર યોગેન શાહે ઈન્સ્ટાગ્રામ પર રિયા પોલીસ સ્ટેશનની બહાર આવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે,

જેમાં તે સીડી પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. મીડિયા ટોળું ત્યાં રિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે હાથ જોડીને આગળ વધે છે. રિયા સુશાંતના અંતિમ દર્શન માટે આરએન કૂપર હોસ્પિટલ ગઈ હતી જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યું હતું કે, થોડા દિવસ પહેલા સુશાંતએ રિયાને તેણ ઘરમાંથી જવા માટે કીધું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત રિયા સાથે મળીને 2019માં એક કંપનીનું નિર્માણ કર્યું હતું. આ કંપનીનું નામ Vividrage Rhealityx હતું. આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ પણ છે. આ કંપનીનું નિર્માણ સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી.આ કંપનીના માધ્યમથી સુશાંત ટેકનોલોજી, મિક્સ્ડ રિયાલિટી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પરીમેન્ટલ ટેક્નોલોજી જેવા વિષયોની શોધખોળ કરવા માંગતો હતો. રિયા અને સુશાંત પણ રૂમી જાફરીની રોમેન્ટિક ફિલ્મ કરવાના હતા.

Iamgujarat રિપોર્ટ અનુસાર, પોલીસે રિયાનો આખો મોબાઈલ સ્કેન કર્યો છે. રિયા અને સુશાંત વચ્ચેના ટેક્સ્ટ મેસેજ, ફોટો અને વિડીયો મેળવ્યા છે. રિયાએ પોલીસને જણાવ્યું છે કે, તે અને સુશાંત એકબીજાની સાથે રહેતા હતા અને સાથે મળીને પ્રોપર્ટી પણ ખરીદવાના હતા. રિયાએ ખુલાસો કર્યો છે કે, તે અને સુશાંત 2020ના અંતમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરતા હતા.

“પોલીસને શંકા હતી કે બને કપલ વચ્ચે બ્રેકઅપ થયું છે. એવું લાગી રહ્યું છે કે, રિયાએ પોલીસને જણાવ્યું છે કે, કેવી રીતે તેમની વચ્ચે ઝઘડો થયો અને તે ઘર છોડીને આવતી રહી. રિયાએ પોલીસને એમ પણ કહ્યું કે, લડાઈ પછી પણ તેમની ફોન પર વાતો થતી હતી. રિયાએ પોલીસને મેસેજ પણ બતાવ્યા છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.