ખબર ધાર્મિક-દુનિયા

સુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 દિગ્ગજો સામે કેસ, જાણો કોણ છે લિસ્ટમાં

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાન જ ઘરની જ અંદર ગાલે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો દ્વારા ઇન્ડસ્ટ્રીની ભૂલો અને પારસ્પરિક સાંઠગાંઠ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી હતી. ઘણા કલાકારોએ જાહેરમાં ઇન્ડસ્ટ્રીની અંદર કેવા ખેલ ચાલી રહ્યા છે તેના વિષે જણાવ્યું હતું,

Image Source

સુશાંતની આત્મહત્યા બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી જેની અંદર ઘણા બધા કારણો સામે આવ્યા હતા.
સુશાંતની આત્મહત્યાના મામલામાં નિર્માતા અને નિર્દેશક કર્ણ જોહર, સંજય લીલા ભંસાલી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહીત આઠ લોકો ઉપર બિહારમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વકીલ સુધીર ઓઝાએ આ આઠેય કલાકારો વિરુદ્ધ આઇપીસી ધારા 306,109,504 અને 506 પ્રમાણે મુજ્જફરપુર કોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે.

આ સિતારાઆઓ આ સ્ટાર્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નેપોટિઝમ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આ વસ્તુનો શિકાર છે. અભિનેત્રી કંગનાએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપોલગાવી એક વીડિયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. આ સિવાય  રણવીર શોરે, અભિનવ સિંહ કશ્યપ સહિતના અન્ય સ્ટાર્સે પણ આરોપ લગાવ્યો છે.

Image Source

બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત રાજકારણીઓએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ  કરી હતી.  ભારતીય મહિલા રેસલર અને ભાજપના નેતા બબીતા ​​ફોગાટે સુશાંત સિંહ રાજપૂત પછી નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરને આડેહાથ લઈને ખરુંખોટું સંભળાવ્યું હતું.  બબીતા ફોગટેએ એક ટ્વીટ કરીને તેનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ સિવાય ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ બોલીવુડના નિર્માતાઓ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કરતાં કહ્યું કે, ‘પૂર્વાંચલ કલાકારોએ પોતાનું એક અલગ ફિલ્મ ઉદ્યોગ બનાવવા માટે સરકાર પર દબાણ કરવું જોઈએ. આ સાથે જ કહ્યું હતું કે,   નિર્માતાઓ કે જેમણે સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મમાંથી બોયકોટ કર્યો હતો અને ફિલ્મમાંથી કાઢ્યો હતો તેના વિરુદ્ધ એફઆઈઆર કરી આત્મહત્યા કરવા માટેની ફરિયાદ દાખલ કરવી જોઈએ.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.