ફિલ્મી દુનિયા

જ્યારે સલમાન ખાનના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો સુશાંત, ત્યારે શું થયું હતું? વિડીયો થઇ રહ્યો છે વાયરલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 15 દિવસ કરતા પણ વધુ સમય થઇ ગયો છે. પરંતુ સુશાંતની આત્મહત્યા પાછળનું રહસ્ય દિવસે ને દિવસે ઘેરકતુ જઈ રહ્યું છે. સુશાંતની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા લોકો ઉપર ઘણા સવાલો ઉઠ્યા છે, જેમાં એક છે બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન.

Image Source

સલમાન ખાન ઉપર પણ નેપોટિઝ્મને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલમાં જ સલમાનની એક બર્થ ડે પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે. સુશાંતની આત્મહત્યા પછી ઘણા બધા જુના વિડીયો સામે આવી રહ્યા છે તેમાંથી જ આ  એક વિડીયો સામે આવ્યો છે. સલમાન ખાને પોતાનો જન્મ દિવસ પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો અને ત્યાં તેને ઘણા બધા સ્ટાર્સને આમંત્રણ આપ્યું હતું. જેમાંથી એક સુશાંત પણ હતો.

Image Source

સલમાન ખાનના જન્મ દિવસની આ પાર્ટીમાં સુશાંત પણ હાજર રહ્યો હતો અને તેને ખુબ જ ડાન્સ પણ કર્યો હતો. આ વિડીયો જોઈને કેટલાક ચાહકો સલમાન ખન્ના પક્ષમાં આવીને ઉભા રહ્યા છે.

ચાહકોનું કહેવું છે કે કેટલાક લોકોએ માત્ર અફવા ફેલાવી છે કે સુશાંત અને સલમાન વચ્ચેના સંબંધો સારા નહોતા. આ બંને કલાકારોનું બોન્ડીગ ઘણું જ સારું હતું. સલમાને તેને પોતાના જન્મ દિવસે આમંત્રિત પણ કર્યો હતો અને બંનેએ સાથે ડાન્સ પણ કર્યો હતો. આ ઉપરાંત સલામન ખાને સુશાંતને પોતાના શો બિગબોસમાં આમંત્રણ પણ આપ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.