ખબર ફિલ્મી દુનિયા

માતાને યાદ કરીને સેટ ઉપર જ રડી પડ્યો હતો સુશાંત, માધુરી દીક્ષિત પણ તેના આંસુઓને રોકી નહોતી શકી…

રવિવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરની અંદર જ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, સુશાંતે ડિપ્રેશનન કારણે આવું પગલું ભર્યું છે તેવી ખબર જગ જાહેર થઇ, પરંતુ સુશાંત તેની માતાને ખુબ જ યાદ કરતો હતો તે પણ કેટલીક ખબરોમાં જાણવા મળ્યું.

Image Source

સુશાંત તેની માતાની સૌથી નજીક હતો. ઘણી જગ્યાએ સુશાંતે જણાવ્યું છે કે તેની માતા તેના માટે કેટલી કિંમતી હતી. સુશાંતની માતાનું 2020માં નિધન થઇ ગયું હતું, એ સમય દરમિયાન સુશાંત ખુબ તૂટી ગયો હતો. અને તેના કારણે જ તે પટના છોડી અને દિલ્હી આવી ગયો હતો. એ સમયે સુશાંત માત્ર 16 વર્ષનો હતો. ત્યાંથી જ તે પોતાના સપના પુનર કરવા માટે મુંબઈ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

એવી ભાગ્યે જ કોઈ ક્ષણ હશે જેમાં સુશાંતના દિલમાં તેની માતાની યાદ નહિ આવી હોય, તેની માતાની છબી તેના દિલો દિમાગમાં છવાયેલી જ રહેતી હતી. સુશાંતે પોતાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તેની માતાને જ યાદ કરીને મૂકી હતી. એટલું જ નહિ પરંતુ ડાન્સ રિયાલિટી શો “ઝલક દિખલા જા 4″માં પણ તેની માતાને સમર્પિત એક ડાન્સ કર્યો હતો. જેમાં સુશાંત રડી પણ પડ્યો હતો અને આ જોઈને અભિનેત્રી માધુરી દીક્ષિત પણ ભાવુક બની ગઈ હતી અને તે પણ રડવા લાગી હતી.

અભિનેત્રી પાયલ રોહતગીએ આ શોની એક કલીપ ટ્વીટર ઉપર શેર કરી છે જેમાં સુશાંત અને માધુરી બંને રડતા નજર આવી રહ્યા છે. વીડિયોની અંદર માધુરી પોતાના આંસુઓને રોકતા સુશાંતને કહે છે કે તેમની મા જ્યાં પણ હશે આજે તેના ઉપર ગર્વ અનુભવી રહી હશે. આ સાંભળીને સુશાંત વધારે ભાવુક બની જાય છે.

Author: GujjuRocks Team