ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ સુસાઇડ સમયે ઘર પર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ? પોલીસે કરી ફરી પૂછપરછ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે પોલીસે તપાસ વધારી દીધી છે. બૉલીવુડથી જોડાયેલા ઘણા લોકો તમેજ તેના ફેન્સ અને ઘણા નેતાઓ લગાતાર સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે. પોલીસ લગાતાર લોકોની પુછપરછ કરી રહી છે. પોલીસ લગાતાર એ લોકોની પુછપરછ કરી રહી છે જે લોકો સુશાંતના સંપર્કમાં હતા અથવા તેના નિધન બાદ ઉઠાવવામાં આવેલા સવાલ પર જે પોલીસના શકમાં છે. પોલીસે બુધવારે સુશાંતના એ ખાસ દોસ્તની ફરી પુછપરછ કરી હતી. જે 14 જુનના સુશાંતના ઘર પર જ હતો. બાંદ્રા પોલીસે સુશાંત સિંહ રાજપૂતના દોસ્ત સિદ્ધાર્થ પીથાનીને ફરી બોલાવીને પુછપરછ કરી હતી.

 

View this post on Instagram

 

Receive without pride, let go without attachment. #Meditations

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સિદ્ધાર્થ પીથાની જે સુશાંત સિંહ રાજપૂત સાથે તેના ક્રિએટિવ કંટેટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. 14 જૂનના રોજ જે સમયે સુશાંતે સુસાઇડ કર્યું તે સમયે સિદ્ધાર્થ પીથાની ઘર પર જ હાજર હતો. આ મામલે સિદ્ધાર્થ પીથાનીએ પહેલા પણ પોલીસમાં તેનું નિવેદન નોંધાવી ચુક્યો છે.
આ કેસમાં પોલીસે યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અને સુશાંતની કથિત પ્રેમિકા અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત આશરે 29 લોકોની પૂછપરછ કરી છે.

ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિથાનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ ઓક્ટોબર 2019 થી જાન્યુઆરી 2020 સુધી સુશાંત સાથે ન હતા. સિદ્ધાર્થ પીઠાણીના જણાવ્યા અનુસાર, જ્યારે સુશાંત સિંહ રાજપૂતે તેમને ઓક્ટોબરમાં જવાનું કહ્યું ત્યારે તે ડિપ્રેશનમાંમાં હતા. પરંતુ જાન્યુઆરીમાં તેમની ટીમ સાથે તેમના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિથાનીને બોલાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જો પોલીસની માનીએ તો સુશાંતસિંહ રાજપૂત જાન્યુઆરીથી એક પ્રોજેક્ટ શરૂ કરવા તૈયાર હતો. તેના ઘરેથી મળી આવેલા દસ્તાવેજમાં “જીનિયસ એન્ડ ડ્રોપ આઉટ” નામની સ્ક્રિપ્ટ મળી છે. જેને “ડ્રીમ 150” તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત છેલ્લે ફિલ્મ છીછોરે માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી. શ્રદ્ધા કપૂર પણ સુશાંત સાથે ફિલ્મમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુશાંતનું 14 જૂને અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ કર્યા બાદ 15 જૂને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતના મોતને કારણે દરેક લોકો ઊંડા આઘાતમાં છે. તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ ખરાબ રડે છે. 16 જૂને અંકિતા પણ સુશાંતના ઘરે ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.