ફિલ્મી દુનિયા

સુશાંતના પિતાજી રિયા પર ગુસ્સે ભરાયા અને સીધો પોલીસ કેસ કરી નાંખ્યો કારણકે રિયાએ 17 કરોડ સુશાંતના એકાઉન્ટમાંથી..

જુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સ્યુસાઇડ કેસમાં હવે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે.કે. સિંહે બિહાર પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કે.કે. સિંહે અમુક ફિલ્મી હસ્તીઓ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

પણ એમણે કોઈની સામે નામજોગ ફરિયાદ નોંધાવી નથી. સુશાંતના પપ્પાએ નોંધાવેલી ફરિયાદમાં તેના દીકરાના એકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હોવાની વાત છે. સાથોસાથ નોંધવાલાયક વાત એ છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ પર આ પૈસા ઉપાડી લેવાનો આરોપ છે.

અભિનેતા સુશાંતે શરૂ ત્રણ કંપનીઓ શરુ કરેલી હતી જેમાં થી બેમાં એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડાયરેક્ટર હતી. એક કંપનીમાં રિયાનો ભાઈ શોવિક એડિશનલ ડાયરેક્ટર તરીકે શામેલ હતો. પહેલી પૂછપરછમાં રિયાએ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને નહોતી આપી. ત્રણેય કંપનીઓમાં સુશાંતે પોતાની કમાણીનો મોટો હિસ્સો ઈન્વેસ્ટ કર્યો હતો. અભિનેતાના આત્મહત્યાના કેસમાં પોલીસે રિયા સાથે સતત 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે સામે પક્ષે રિયાએ જ સામે ચાલીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આ કેસમાં CBI તપાસની માગ કરી હતી.

મુંબઈ પહોંચેલી 4 પોલીસ અધિકારીઓની ટીમે મુંબઈ કોપ્સના એક ઉચ્ચ અધિકારી સાથે વાત પણ કરી છે અને સુશાંતની કેસ ડાયરીની કોપી પણ માગી છે.

સ્વર્ગવાસી અભિનેતા સુશાંતના મૃત્યુને થયું એનો એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. પરંતુ કોઈ રિઝલ્ટ આવી રહ્યું નથી. ત્યારે વિસેરા રિપોર્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું એ રિપોર્ટ પણ કાલે આવ્યો હતો. સુશાંતની સ્યુસાઇડને લઈને અમુક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમાંથી પણ કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી. ત્યારે હવે સુશાંતના પપ્પાએ કરેલો આ કેસ ખરેખર મોટા સમાચાર કહી શકાય.

તમને જણાવી દઈએ કે દિગ્ગજ ડાયરેક્ટર આદિત્ય ચોપડાએ પણ આ પહેલાં પોતાના નિવેદનમાં રિયા વિશે માહિતી આપેલી હતી જેમાં આદિત્ય ચોપડાનું કહેવું હતું કે એક વર્ષ પહેલા રિયા ચક્રવર્તી તેની સાથે વિદેશમાં યુરોપ પ્રવાસ પર ગઈ હતી. રિયાએ 2 એડ્વર્ટાઇઝ શૂટ કરી હતી જેની શૂટિંગ યુરોપમાં કરવામાં આવી હતી.

રિયાની ફ્લાઇટ ટિકિટ, હોટલ તથા એડ શૂટનો તમામ ખર્ચ આદિત્ય ચોપડાની કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ સિવાય બાકીનો ખર્ચ સુશાંતસિંહે ઉપાડ્યો હતો. આ પ્રવાસમાં રિયાએ ખરીદી પણ કરી હતી અને ખરીદી માટે સુશાંતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી.