ખબર ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર ઉપર પણ ખરીદી હતી જમીન, ગ્રહોને જોવાનો હતો શોખ, પહેલી કમાણી હતી માત્ર 250 રૂપિયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કાલે આપણે સૌને છોડીને એક અલૌકિક દુનિયામાં ચાલ્યો ગયો, આત્મહત્યા કરીને તેને પોતાનું જીવન ટૂંકાવ્યું, ચાહકોને તો આ વાત માનવામાં જ નથી આવી રહી કે જે અભિનેતા છોછોરે જેવી ફિલ્મમાં જીવવાનું શીખવતો હતો એજ અભિનેતા આવું પગલું કેમ કરી ભરી શકે? તે છતાં પણ આ કડવું સત્ય સ્વીકારવું જ રહ્યું કે સુશાંત હવે આપણી વચ્ચે નથી.

Image Source

સુશાંત ગ્રહોને જોપવાનો શોખીન હતો અને તેના કારણે જ તેને ચંદ્ર ઉપર પણ એક પ્લોટ ખરીદ્યો હતો, સુશાંતે વર્ષ 2018માં આ પ્લોટ લીધો હતો. ચંદ્ર ઉપ્પર જમીન લેનારો સુશાંત પહેલો ભારતીય અભિનેતા હતો.

Image Source

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની આ જમીન “સી ઓફ મસકોવિ”માં છે. આ જમીન ઉપર નજર રાખવા માટે સુશાંતે એક એડવાન્સ ટેલિસ્કોપ 14LX00 પણ ખરીદ્યુ હતું. સુશાંતે ચંદ્ર ઉપર આ જમીન ઇન્ટરનેશનલ લુનર લેન્ડ રજિસ્ટ્રી દ્વારા ખરીદી હતી અને તેને જાણકારી પોતાના ચાહકોને પણ આપી હતી.

Image Source

સુશાંતે વર્ષ 2008માં કિસ દેશ મેં હે મેરા દિલ દ્વારા ડેબ્યુ કર્યું હતું, અને ઝી ટીવી પાર પ્રસારિત થતી ધારાવાહિક “પવિત્ર રિશ્તા” દ્વારા તેને ઓળખાણ મળી હતી, અને આ ધરાવહિક દ્વારા જ તે ઘર ઘરમાં ઓળખાયો હતો, પરંતુ સુશાંતની પહેલી આવક માત્ર 250 રૂપિયા હતી જયારે તેને એક નાટકમાં કામ કર્યું હતું અને આ કામ માટે તેને 250 રૂપિયા આપવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.