ફિલ્મી દુનિયા

બેંગકોક ટ્રિપમાં આ વ્યક્તિને કારણે જ સુશાંત સિંહ રાજપૂતે બુક કરાવ્યું હતું ચાર્ટર્ડ પ્લેન, હવે ખુલ્યું નવુ રાઝ

સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહી છે અને તે દરમિયાન સુશાંત વિશે કેટલીક જૂની વાતો બહાર આવી રહી છે, જેના વિશે અમુક લોકો જ જાણે છે. સીબીઆઈ આ મામલે સુશાંત સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે પરંતુ આ દરમિયાન કેટલાક અન્ય નવા દાવાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુશાંતની બેંગકોક ટ્રીપ પણ છેલ્લા કેટલાક દિવસોમાં ચર્ચાનો વિષય બની છે.

Image source

રિયાએ બેંગકોક ટ્રિપ પર સારાની વાત છુપાવી હતી:
ખરેખર, સુશાંતના પૂર્વ સહાયક સાબીર અહમદે ટીવી ઇન્ટરવ્યુમાં બેંગકોક ટ્રીપની ચર્ચા કરી હતી. રિયા ચક્રવર્તીએ આ સફર વિશે કહ્યું હતું કે સુશાંતની ટ્રિપ પર માત્ર છોકરાઓ જ ગયા હતા. જો કે, સાબીરે રિયાના નિવેદનને નકારી હતું અને કહ્યું હતું કે આ સફરમાં સુશાંત સાથે સારા અલી ખાન પણ હાજર હતી. હવે આ બાબતમાં વધુ એક વાત બહાર આવી રહી છે.

Image source

 

સુશાંતે સારાના કારણે જ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું:
ખરેખર એવું કહેવામાં આવે છે કે સુશાંતે આ ટ્રિપમાં મિત્રો પર 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે એ વાત પ્રકાશમાં આવી રહી છે કે સુશાંતે આ ટ્રીપ  ફક્ત સારા અલી ખાન માટે જ ગોઠવી હતી. સુશાંતનો મિત્ર કુશલ ઝવેરી, સિદ્ધાર્થ ગુપ્તા પણ આ ટ્રીપમાં હતા. આ ટ્રીપ  માટે સુશાંતે સારા અલી ખાન માટે જ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું જેથી એવું સામે ન આવે કે સુશાંત અને સારા એક બીજાને પસંદ કરે છે.

Image source

સુશાંત અને સારા લક્ઝરી આઇલેન્ડ હોટલમાં રોકાયા હતા:
અહેવાલો અનુસાર સારા અલી ખાનને એરપોર્ટ પર સુશાંતના મિત્ર સૈમુઅલ હાઓકિપ રિસીવ કરી હતી. સુશાંત અને સારા આ ટ્રીપમાં લક્ઝરી આઇલેન્ડ હોટલમાં રોકાયા હતા. સુશાંત અને સારા સફરના પહેલા જ દિવસે બીચ પર ગયા હતા. બાકીનો દિવસ સુશાંતના અન્ય મિત્રો ફરવા નીકળ્યા, પણ સુશાંત અને સારા હોટેલમાં રોકાઈ ગયા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.