ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં આવી રદ, અદાલતે બતાવ્યું કારણ

સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધનના મામલે બિહારમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપરા અને સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ તેમની મૃત્યુ માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

બિહારના મુઝફ્ફરપુરની અદાલતે બુધવારે ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ દાખલ કરેલા પત્રને ફગાવી દીધો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમારે સ્થાનિક એડવોકેટ સુધીરકુમાર ઓઝા દ્વારા નોંધાયેલી આ ફરિયાદને ફગાવી દીધી હતી જેમાં જણાવ્યું હતું કે આ મામલો તેમની કોર્ટના અધિકારક્ષેત્રની બહારનો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajpute) on

સુધીરકુમાર ઓઝાએ સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપડા અને સંજય લીલા ભણસાલી પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. 17 જૂને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં કલમ 306, 109, 504 અને 506 હેઠળ ઉપરોક્ત ફરિયાદ નોંધાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by sushantsinghrajput (@sushantsinghrajput_f_c) on

ફરિયાદ ફગાવ્યા બાદ ઓઝાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હું મુખ્ય અદાલતી મેજિસ્ટ્રેટના નિર્ણયને જિલ્લા અદાલત સમક્ષ પડકારશે. બિહાર સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર શોકનું મોજું છે. આપણે તેને ન્યાય મળે તે માટે પ્રયાસ કરવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@celebrating_sushantslife) on

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. ફેન્સની સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ આંચકો લાગ્યો. સુશાંતસિંહ રાજપૂતનાં મોતને લઈને અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantmissyou) on

ફેન્સ પણ પણ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. અભિનેતાની કારકિર્દીની વાત કરીએ તો તેણે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ થી કરી હતી. આ પછી સુશાંત સિંહ રાજપૂતે સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે તે પણ ખૂબ પસંદ આવી હતી. અભિનેતાએ ફિલ્મકાઈ પો છે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.