ફિલ્મી દુનિયા

સુશાંતસિહએ જે વૈભવી ફ્લેટમાં આત્મહત્યા કરી તેનું ભાડું મહિનાનું 4.51 લાખ હતું, જુઓ તસ્વીરો

સુશાંત સિંહ રાજપૂતે તેના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દરેક, ચાહકો, ક્રિકેટરો, રાજકારણીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું છે. માત્ર 34 વર્ષનો હતો, સુશાંતનો મૃતદેહ તેના બાંદ્રા ઘરે લટકતો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે ‘એમ. એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી ‘એક્ટર સુશાંત સિંહ રાજપૂતની રીયલ લાઇફ સ્ટોરી અધૂરી રહી જવા પર પુરી ફિલ્મ જગત શોકમાં મુકાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

અભિનેતા આ ફ્લેટમાં ડિસેમ્બરમાં શિફ્ટ થયો હતો. સુશાંત સિંહ આ ફ્લેટ માટે દર મહિને 4.51 લાખ રૂપિયા ચૂકવતા હતા. સુશાંત સિંહ રાજપૂતનો ડુપ્લેક્સ ફ્લેટ બાંદ્રા માઉન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે હતો. ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ્સમાં કુલ ચાર ફ્લેટ હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર એક હોલ હતો. ઉપરના ફ્લોરમાં ત્રણ રૂમ હતા.

Image Source

સુશાંત સિંહ રાજપૂત ડિસેમ્બર 2022 સુધી આ ફ્લેટમાં રહેતા હતા. સુશાંતે આ ડુપ્લેક્સ માટે સિક્યુરિટી તરીકે 12 લાખ 90 હજાર રૂપિયા પણ જમા કરાવ્યા હતા. તે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આ ફ્લેટમાં શિફ્ટ થયો હતો.

જણાવી દઈએ કે સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂતે લીલા કપડાથી લટકીને તેના બેડરૂમમાં આત્માહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્લેટમાં સુશાંત તેની સાથે બે સહાયક અને બે નોકર રહેતા હતા.

સુશાંતના આર્ટ ડિઝાઇનર સિદ્ધાર્થ રામનાથ મૂર્તિએ સૌથી પહેલાં 108ને ફોન કર્યો હતો. સુશાંતે છેલ્લે રાત્રે તેના મિત્ર મહેશ કૃષ્ણ શેટ્ટીને ફોન કર્યો પણ મહેશે ફોન ઉપાડ્યો નહીં.

સુશાંત સિંહ રાજપૂતની બહેન નીતુ સિંઘ હોસ્પિટલ પહોંચી છે. સુશાંતસિંહ રાજપૂતનું મૃતદેહ મુંબઇની ભાભા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. સુશાંતનું મૃતદેહ લેવા તેના ગામના બે સબંધીઓ મુંબઇ આવશે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.