ખબર

ગંગામાં વિસર્જિત થઇ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિ, દીકરીઓ સાથે નજર આવ્યા પિતા

રવિવારના રોજ બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના જ ઘરમાં ગાલે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સુશાંતની આત્મહત્યાના કારણે તેનો પરિવાર ઊંડા દુઃખમાં છે.ત્યારે આ બધા વચ્ચે સુશાંતની અસ્થિનું વિસર્જન આજે બપોરે પટનાના એનઆઈટી ગંગા ઘાટ ઉપર કરવામાં આવ્યું. આ દરમિયાન સુશાંતના પિતા સાથે તેની બહેનો પણ નજરે આવી.

Image Source

એવી પણ ખબર મળી રહી છે કે પૂર્ણિયા સ્થિત પૈતૃક ગામના લોકો અને સગા સંબંધીઓના આવ્યા બાદ સુશાંતનો શ્રાદ્ધકર્મ તેમના રાજીવનગર સ્થિત આવાસ ઉપર કરવામાં આવશે. આ પહેલા બુધવારના રોજ સુશાંતની આત્માને શાંતિ માટે પટના સ્થિત ઘરમાં પૂજા પણ કરવામાં આવી હતી.

Image Source

ગંગામાં અસ્થિ વિસર્જન કરવાની જાણકારી સુશાંતની બહેને એક પોસ્ટ દ્વારા આપી છે. સુશાંતની બહેને એ પોસ્ટમાં લખ્યું છે કે: “હું કાલે મારા ઘરે પટના સુરક્ષિત પહોંચી ગઈ છું. બધાનો આભાર જેમને પ્રાર્થના સાથે અમારી મદદ પણ કરી. આજે અમે ભાઈની અસ્થિઓને વિસર્જન કરીશું.”

Image Source

સુશાંતની બહેને એ પોસ્ટની અંદર આગળ પણ લખ્યું છે કે: “હું ફરીવાર તમને બધાને એમ કહું છું કે તેના માટે પ્રાર્થના કરજો અને તેની યાદો અને બહુ જ બધા પ્રેમ સાથે તેને આવજો કહેજો.  તેની જિંદગીનો ઉત્સવ ઉજવજો અને બહુ જ બધા પ્રેમ અને ખુશીઓ સાથે તેને વિદાય આપજો.”

Image Source

15 જૂનના રોજ લગભગ 4.30 વાગે સુશાંત સિંહ રાજપૂતનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થઇ ગયો. જયારે આજે સુશાંતની અસ્થિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું. સુશાંતનુ અસ્થિ વિસર્જન પણ એજ જગ્યાએ કરવામાં આવ્યું જ્યાં તેની માતાનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

સુશાંતની બહેને ફેસબુકમાં લખ્યું
Reached my Patna’s home safely yesterday. Thanks to everyone who was praying and who helped in the process. It was hassle free🙏 Today we will be doing Asthi Visarjan (Ashes Immersion) for Bhai. I again want to ask all to pray for him and send him off with all the fond memories and unconditional love in your hearts. Let’s celebrate his life and give him a very loving and happy farewell. #Sushantsinghrajput

Author: GujjuRocks Team