સુશાંત સિંહના નિધન પછી તેના ઘણા વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હવે ચાહકોએ અંકિતા લોખંડેની પહેલાની જૂની તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાની માં સાથે દેખાઈ રહી છે. જો તમે આ તસ્વીરને ધ્યાનથી જોશો તો પાછળ દીવાલ પર પણ ઘણી તસ્વીરો રાખેલી છે. આ તસ્વીરો સુશાંત અને અને અંકિતાની છે.

આ સિવાય ટેબલ પર પણ અંકિતા અને સુશાંતની તસ્વીર પડેલી છે. આ તસ્વીર પરથી સ્પષ્ટ છે કે જ્યારે અંકિતા સુશાંત સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેમણે સુશાંત સાથેની ઘણી તસ્વીરોથી ઘરને સજાવ્યું હતું.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના મિત્ર સંદીપ સિંહે કહ્યું કે,”અંકિતા માત્ર તેની પ્રેમિકા જ ન હતી. તેણે સુશાંતના જીવનમાં તેની માં ની જગ્યા લઇ લીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને 20 વર્ષ થઇ ગયા છે, પણ મેં હજી સુધી અંકિતા જેવી છોકરી જોઈ નથી.

અંકિતાની જેમ કોઈ અન્ય સુશાંતની દેખભાળ ન કરી શકે. તે એવું કામ કરતી હતી જે સુશાંતને ગમતું હોય. તે સુશાંતની પસંદને ધ્યાનમાં રાખીને જ તૈયાર થતી હતી. તે તેની પસંદગીનું ભોજન પણ બનાવતી હતી. આ સિવાય ઘરનું ઇન્ટિરિયર પણ સુશાંતની પસંદનું જ હતું.

સંદીપે આગળ કહ્યું કે,”અંકિતા ખુબ જ ભાવુક છે. કારકિર્દીની ઊંચાઈઓ પર પહોંચ્યા પછી તેણે સુશાંત માટે અભિનય કરવાનું છોડી દીધું હતું. બ્રેકઅપ પછી પણ જેટલી પણ સુશાંતની ફિલ્મો રિલીઝ થતી હતી તે દરેક શુક્રવારે ભગવાનને પાર્થના કરતી હતી કે સુશાંતની ફિલ્મને સફળતા મળે.”
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.