મનોરંજન

જયારે સુશાંત તેની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને લઈને ધોનીની દીકરીને મળવા ગયો હતો, વાયરલ થઇ રહી છે તસ્વીર

સુશાંત સિંહ રાજપૂતએ મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક એમએસ ધોનીમાં કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ અને પ્રમોશન દરમિયાન સુશાંત ધોનીના પરિવારથી ઘણો નજીક હતો. સુશાંત તે દરમિયાન ધોની અને તેના પરિવારને મળતો રહેતો હતો. આટલું જ નહીં એક વાર તો સુશાંત તેની ગર્લફ્રેન્ડ અંકિત લોખંડેને લઈને ધોનીની દીકરી જીવા ને મળવા લઇ ગયો હતો.

Image source

સુશાંત અને અંકિતાએ જીવા સાથે ઘણી મસ્તી કરી હતી. બંનેની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ બાદ સુશાંત અને અંકિતા બંને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

#SushantSinghRajput with #MSDhoni and daughter #zivadhoni is all love 😍❤️ #ripsushantsinghrajput #movies #mumbai #india #rip

A post shared by Manav Manglani (@manav.manglani) on

જણાવી દઈએ કે, અંકિતા લોખંડે જેટલો પ્રેમ સુશાંતને કરતી હતી તેટલી જ તેની રિસ્પેક્ટ કરતી હતી. ભલે બંનેના બ્રેકઅપને વર્ષો થઇ ગયા હોય પરંતુ સુશાંતના નિધન સમયે અંકિતા ઘણી તૂટી ગઈ હતી. તો અંકિતા સુશાંતના પરિવારજનોને મળવા ઘરે ગઈ હતી.

Image source

સુશાંતને લઈને અંકિતાના મનમાં એટલી રિસ્પેક્ટ હતી કે આજે પણ તેના ઘરની નેમપ્લેટમાંથી સુશાંતનું નામ હટાવ્યું નથી. આ વાતની જાણકારી સુશાંત અને અંકિતા મિત્ર સંદીપ સિંહે આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on

સંદીપે સુશાંત અને અંકિતાને લઈને એક ઈમોશનલ પોસ્ટશેર કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે, અંકિતાએ ફક્ત તેની ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેનો પ્રેમ સાચો હતો. તેને ક્યારે પણ ઘરની નેમ પ્લેટમાંથી તેનેઉ નામ હટાવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on

વધુમાં સંદીપ સિંહે લખ્યું હતું કે, મને ખબર છે કે, અંકિતા જ તેને બચાવી શકતી હતી. કાશ જેવું આપણે સપનું જોયું હતું તેમ તમારા બંનેના લગ્ન થઇ ગયા હોત. તું તેને બચાવી શકી હોત. જો તે તને ત્યાં રહેવા દેત. તું એની માટે પ્રેમિકા, પત્ની, માતા અને હંમેશા માટે સારી દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું અંકિતા. મને ઉમ્મીદ છે કે હું તારા જેવા મિત્રને ક્યારે પણ નહીં ખોઈ શકું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.