ફિલ્મી દુનિયા

ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાંસ’ માટે સુશાંતને ફક્ત આટલા લાખ ફી મળેલી, YRF સાથે હતો કરાર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનનને 15 દિવસથી વધુ સમય થઇ ગયો છે. આમ છતાં તેનાથી જોડાયેલા રાજ ખુલ્લી રહ્યા છે. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. પોલીસ 27થી વધુ લોકોની પુછપરછ હાથ ધરી છે. તો મુંબઈ પોલીસ દ્વારા યશરાજ ફિલ્મસનો કોન્ટ્રાકટ પણ મંગાવ્યો હતો. જે તેને સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. હવે તેના કોન્ટ્રાકટથી જોડાયેલી ખબર સામે આવી છે.

આ કોન્ટ્રાક્ટ મુજબ સુશાંત સિંઘ રાજપૂતને યશરાજની સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ હતો. જે હેઠળ તેને પહેલી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા મળશે. અને જો તે ફિલ્મ હિટ રહી તો બીજી ફિલ્મ મળશે જે માટે તેને 60 લાખ રૂપિયા મળશે. અને જો બીજી ફિલ્મ હિટ રહી તો તેને ત્રીજી ફિલ્મ મળશે. જે માટે તેને 1 કરોડ રૂપિયા મળશે. જોકે ફિલ્મ હિટ રહેશે કે ફ્લોપ તે યશરાજ નક્કી કરશે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Forever ❤ (@sushantsinghrajput.cafe) on

જણાવી દઇએ કે, સુશાંત સિંઘ રાજપૂતની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાંસ’ હતી. જેમાં તેની સાથે પરિણીતિ ચોપરા અને વાણી કપૂર હતાં. આ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતને 30 લાખ રૂપિયા મળ્યા હતાં. જે બાદ યશરાજની સુશાંત સાથે બીજી ફિલ્મ આવી તે હતી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી’ દિબાકર બેનર્જી નિર્દેશિત આ ફિલ્મ માટે સુશાંતને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. ફિલ્મે ટિકિટ વિન્ડોમાં સરેરાશ ધંધો કર્યો હતો. આ પછી સુશાંતે ક્યારેય યશ રાજ સાથે કામ કર્યું ન હતું.

 

View this post on Instagram

 

A post shared by HI (@jaganwrites) on

બીજી ફિલ્મ હતી ‘પાની’ જે શેખર કપૂર સાથે બનેલી હતી. તેમને આ શરત પર આ ફિલ્મ માટે 60 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા કે જો પહેલી ફિલ્મ હિટ થશે તો જ આ રકમ મળશે. એ વાત જુદી છે કે આ ફિલ્મ આદિત્ય ચોપડા અને શેખર કપૂર વચ્ચેના તકરારને કારણે બની શકી નથી અને સુશાંતના બે વર્ષ આ કારણે આ બગાડયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hollywood (@sevincisik_filmonerileri) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.