મનોરંજન

સુશાંત સિંહ મોત પહેલા પુરા કરી લેવા માંગતો હતો આ સપના, શેર કર્યા હતા 50 સપનાનું લિસ્ટ

સુશાંત સિંહ રાજપૂતે નાની ઉંમરમાં જ તેઈ જિંદગીને લઈને જે ફેંસલો કર્યો તે સાંભળીને કોઈ પણ સાચું માનતા નથી. સુશાંત બોલિવુડમાં નામ બનાવનારો સ્ટાર હતો. સુશાંતને તેના પોતાના દમ પર જ અહીં સુધી પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood casting tv/films (@indiafilmcasting) on

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ 2019 માં રિલીઝ થઈ હતી. તેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી.આ ફિલ્મમાં પ્રતિક બબ્બર અને વરૂણ શર્મા પણ હતા. આ સિવાય નવેમ્બરમાં જેક્લીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ ‘ડ્રાઇવ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સુશાંતે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝન સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ સે’ થી કરી હતી. જો કે, તે તેની બીજી ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માટે પ્રખ્યાત હતો.

2005 માં તેમને ફિલ્મફેર એવોર્ડ માટે શામક દાવરની ડાન્સ ટ્રમ્પમાં જોડાવાની તક મળી. થોડા દિવસો પછી સુશાંતે એન્જિનિયરિંગ છોડીને અભિનયને કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. ફિલ્મોમાં બ્રેક મળતાં તે મુંબઈ ચાલ્યો ગયો અને નાદિરા બબ્બરનાં થિયેટર જૂથ ‘એકજુટ’માં જોડાયો.

 

View this post on Instagram

 

A post shared by Akhïl Dûbêy (@dubey_vicky) on

‘એકજુટ’ નાટકમાં કામ કરતી વખતે તેમને બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમે ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કામ કરવા માટે ઓફર કરી હતી. 2009માં તેને ‘પવિત્ર રિશ્તામાં કામ કર્યું હતું. આ સિરિયલથી જ તે પ્રસિદ્ધ થયો હતો. ‘જરા નચકે દિખા’ અને ‘ઝલક દિખલા જા’ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.
સુશાંત સિંહ રાજપૂતે અભિષેક કપૂરની ‘કાઈ પો છે’ માટે ઓડિશન આપ્યું અને તેની પસંદગી થઈ હતી. રાજકુમાર રાવ અને અમિત સાધ સાથે સુશાંતને આ ફિલ્મ માટે વિશેષ પ્રશંસા મળી હતી.
તે પછી તે પરિણીતી ચોપડા અને વાણી કપૂર સાથે 2013 માં યશ રાજની બેનર ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસમાં લીડ રોલમાં હતો. તે પછી તરત જ તેણે આમિર ખાન અભિનીત રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પીકે’માં ભૂમિકા કરી હતી. 2017માં આવેલી ફિલ્મ એમએસ ધોની માટે નોમિનેટ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial) on

2014 માં ‘પીકે’ પછી, તેણે 2015 માં દિબાકર બેનરજીની ડિટેક્ટીવ ‘વ્યોમકેશ બક્ષી’માં કામ કર્યું હતું. 2016 માં એમએસ ધોનીની બાયોપિક ધ અનટોલ્ડ સ્ટોરીમાં તે ધોનીની ભૂમિકામાં હતો. 2017માં ‘રાબતા’ પછી, તે સારા અલી ખાન સાથે 2018 માં ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો. 2019 માં ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘સોનચિરૈયા’ માં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by India Forums Bollywood (@indiaforumsbollywood) on

બિહારના રહેવાસી સુશાંતના સપના ઘણા મોટા હતા. સુશાંતે ગત વર્ષે જ તેના 50 વસ્તુનો ડ્રિમ લિસ્ટ બનાવી હતી. જે જિંદગીમાં એક વાર તે સપનું સાકાર કરવા માંગતો હતો.
જેમાં આમાંથી કેટલાંય સપનાં પૂરા કર્યાં વગર જ સુશાંત જતો રહ્યો…

 1. – પ્લેન ચલાવતા શીખવું
 2. – આયર્નમેન ટ્રાયથલોન (સ્વિમિંગ, સાઈક્લિંગ તથા રનિંગ)ની ટ્રેનિંગ
 3. – ડાબે હાથે ક્રિકેટ રમવું
 4. – મોર્સ કોડ (ટેલીકમ્યુનિકેશનની ભાષા) શીખવી
 5. – સ્પેસ અંગે શીખવામાં બાળકોની મદદ કરવી
 6. – ચાર તાળીવાળા પુશઅપ કરવા
 7. – એક હજાર વૃક્ષો વાવવા
 8. – મારી દિલ્હી કોલેજની હોસ્ટેલમાં સાંજ પસાર કરવી
 9. – કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું
 10. – પુસ્તક લખવું
 11. – છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા
 12. – જંગલમાં અઠવાડિયું પસાર કરવું
 13. – વૈદિક જ્યોતિષ સમજવું
 14. – ઓછામાં ઓછા 10 ડાન્સ ફોર્મ શીખવા
 15. – ખેતી કરવી
 16. – 50 ફેવરિટ સોંગ ગિટાર પર શીખવા
 17. – લેમ્બોર્ગિની ખરીદવી
 18. – સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવી
 19. – વિએનાના સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલમાં જવું
 20. – કૈપોઈરા શીખવું (આફ્રિકા-બ્રાઝિલિયન માર્શલ આર્ટ)
 21. – ટ્રેન દ્વારા યુરોપની યાત્રા કરવી
 22. – ચેમ્પિયન સાથે ટેનિસ રમવું
 23. – અઠવાડિયા સુધી ચંદ્ર મંગળ ગુરુ અને શનિ નો માર્ગ માપવો
 24. – બ્લુ હોલ (કેરેબિયન)માં ડાઇવ મારવી
 25. – ડબલ સ્લિટ એક્સપરિમેન્ટ કરવો
 26. – 100 બાળકોને નાસા કે ઇસરોની વર્કશોપમાં મોકલવા
 27. – ચેમ્પિયન સાથે પોકર રમવું
 28. – CERNની મુલાકાતે જવું
 29. – ઓરોરા બોરીયાલિસ દોરવા
 30. – નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી
 31. – મેક્સિકોના સેનોટિસમાં તરવું
 32. – જોઈ ન શકતી વ્યક્તિને કોડિંગ શીખવવું
 33. – ડિઝનીલેન્ડ જવું
 34. – અમેરિકાની LIGO ની મુલાકાત લેવી
 35. – ઘોડો ઉછેરવો
 36. – ફ્રી એજ્યુકેશન માટે કામ કરવું
 37. – શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમેડા નું ઓબ્ઝર્વેશન કરવું
 38. – ક્રિયા યોગ શીખવા
 39. – એન્ટાર્કટિકા ની મુલાકાત લેવી
 40. – સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવામાં મદદ કરવી
 41. – સક્રિય જ્વાળામુખી નું શૂટિંગ કરવું
 42. – બાળકોને ડાન્સ શીખ વવો
 43. 0- બંને હાથે તીર કામઠા ચલાવતા શીખવું
 44. – Resnick-Halliday ફિઝિક્સ બુક આખી વાંચવી0
 45. – પોલિનેશિયન એસ્ટ્રોનોમી સમજવી
 46. – ચેમ્પિયન સાથે ચેસ રમવું
 47. – સિમેટિક્સના પ્રયોગો કરવા
 48. – ભારતનાં સંરક્ષણ દળ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી
 49. – દરિયામાં સર્ફિંગ શીખવું
 50. – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પોનેન્શિયલ ટેક્નોલોજીસમાં કામ કરવું…
  શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshettyfc2) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.