ફિલ્મી દુનિયા

જ્યારે સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા સુશાંત સિંહ રાજપૂત, પોતાના હાથે જ પીરસવા લાગ્યા હતા ભોજન

સુશાંત સિંહના નિધન બાદ તેના ચાહકો તેને ખુબ યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુશાંતના આગળના જુના વિડીયો પણ સામે આવી રહ્યા છે, જેમાં સુશાંતની યાદગાર પળો જોવા મળી રહી છે જયારે અમુક વિડીયો ખુબ ભાવુક કરી દેનારા પણ છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુશાંત સેનાના જવાનોની સાથે જોવા મળ્યા છે.

Image Source

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુશાંત પોતાના જ હાથે જવાનોને ભોજન પીરસી રહ્યા છે. આ સિવાય તેની પાસે અન્ય જવાનો પણ ઉભેલા છે જેઓ તાળીઓ વગાડી રહ્યા છે. વીડિયોને જોઈને સુશાંતના ચાહકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

સુશાંતના 50 સપનાઓમાંનું એક સપનું એ પણ હતું કે તે દેશના વીર જવાનોના જીવનને ખુબ નજીકતાથી જાણે અને સમજે. એવામાં તેને જ્યારે આ મૌકો મળ્યો ત્યારે તેની ખુશીનો પાર જ ન હતો, અને સુશાંતે વીર જવાનો સાથેની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.

Image Source

સુશાંતની આત્મહત્યાથી લોકો બોલીવુડમાં નેપોટિઝમનો વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લગાતાર સુશાંતને ન્યાય અપાવવા માટે અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. આ મામલામાં ઘણા રાજનેતાઓએ સીબીઆઈને આ ઘટનાની જાંચ કરવાની માંગણી પણ કરી છે.

Image Source

સોમવારે ભાજપા નેતા મનોજ તિવારી સુશાંતના ઘરે તેના પરિવારના લોકોને મળવા માટે પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે,”હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને આગ્રહ કરું છું કે સીબીઆઈને ભલામણ કરે. તે પરિસ્થિઓની જાંચ કરવામાં આવે જેને લીધે આ દમદાર અભિનેતાને આત્મહત્યા કરવાની જરૂર આવી પડી”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.