મનોરંજન

આખરે રહસ્ય ખુલી ગયું – અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ શા માટે વારંવાર સેટ મેક્સ પર આવે છે, જાણો

બોલીવુડના મહાનાયક અમિતાબ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ બોલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક રહી છે.તેની આ ફિલ્મ આગળના ઘણા વર્ષોથી વારંવાર ટીવી પર દેખાડવામાં આવે છે ખાસ કરીને સેટ મૈક્સ ચેનલ પર.ફિલ્મે ખુબ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને સાથે જ દર્શકો પણ આ ફીલ્મને વારંવાર જોવાનું પસંદ કરે છે.ઘણા લોકોએ એક સમયે એવું પણ કહ્યું હતું કે માત્ર આજ ફિલ્મને શા માટે વારંવાર ટીવી પર દેખાડવામાં આવે છે. જેનો જવાબ અમિતાબજીએ આપ્યો હતો.

Image Source

આ ચેનલ વારંવાર સૂર્યવંશમ બતાવવાને કારણે મોટેભાગે સોશિયલ મીડિયામાં મજાકનું પાત્ર બની રહેતી હોય છે.અત્યાર સુધીમાં આપણા દેશના ટેલિવિઝનની હિસ્ટ્રીમાં ‘સૂર્યવંશમ’ ફિલ્મે ટેલિવિઝન પર સૌથી વધુ વાર ટેલિકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મના અનેક કેરેક્ટર્સ જેમ કે હિરા ઠાકુર, રાધા, ગૌરી અને મેજર રણજીત તેમજ ફિલ્મના સીન અને ડાયલોગ પણ લોકોને આજે પણ મોઢે યાદ છે.

Image Source

અમિતાબજીએ એક ટ્વીટને રીટ્વીટ કરતા કહ્યું કે,”આ ખુબ જ ખોટી ધારણા છે જે સૂર્યવંશમ સોની ટીવી પર બળજબરીથી દર્શકોને વારંવાર દેખાડવામાં આવે છે પણ હકીકત તો એ છે કે આ ફિલ્મની હાઈ રેટિંગને લીધે તેને વારંવાર દેખાડવામાં આવે છે.સેટ મેક્સ અને સોની ટીવીને એક મંતવ્ય જાહેર કરીને આગળના 20 વર્ષમાં બનેલા રેકોર્ડ પર પોતાનું મંતવ્ય આપી દેવું જોઈએ”.

જો કે ફિલ્મને વારંવાર ટીવી પર દેખાડવા માટેના અન્ય કારણ પણ જવાબદાર છે. જે વર્ષે ફિલ્મ રિલીઝ થઇ હતી, તે જ વર્ષે મેક્સ ચેનલને લોન્ચ કરવામાં આવી હતી,બંનેને એક સરખો જ સમય ઇન્ડસ્ટ્રીમાં થાતો જઈ રહ્યો છે.માટે ચેનલના અધિકારીઓને પણ આ ફિલ્મ પર ભાવનાત્મક લગાવ છે.બીજું કારણ એ છે કે ચેનલે આ ફિલ્મને ટેલિકાસ્ટ કરવા માટે 100 વર્ષ માટે ખરીદી લીધી છે માટે ચેનલને ગમે ત્યારે દેખાડવા માટે કોઈપણ પ્રકારની રોક ટોક નથી.

Image Source

અન્ય એક કારણ એ પણ છે કે ફિલ્મને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે. અમિતાબજીની આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું હતું.કહાનીથી લઈને તેની એડિટિંગ અને મ્યુઝિક બધું જ ખુબ જ દિલચસ્પ રહ્યું છે.

Image Source

સૂર્યવંશમ ટીવી પર વારંવાર દેખાડવાનું અન્ય કારણ ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા પણ છે.આ ફિલ્મમાં સૌંદર્યાએ અમિતાબજીની પત્નીનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અમિતાબની સાથે સાથે સૌંદર્યાની અદાકારીના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આ બંનેની જોડીને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.જો કે 17 એપ્રિલ 2004 ના રોજ બેંગ્લોરમાં એક પ્લેન ક્રેશ થાવાને લીધે સૌંદર્યાનું નિધન થઇ ગયું હતું. બોલીવુડમાં સૌંદર્યાની આ પહેલી અને છેલ્લી ફિલ્મ રહી હતી. તે સમયે 7 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે કુલ 12 કરોડ 65 લાખનો બિઝનેસ કર્યો હતો.

Image Source

હાલ અમિતાબ જલ્દી જ ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં નજરમાં આવશે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હશે.ફિલ્મની કહાની વિશે જાણકારી નિર્દેશક અયાન મુખર્જી ધીમે ધીમે ટ્વીટર દ્વારા આપી રહ્યા છે.ફેન્સને અમિતાબજીના ફર્સ્ટ લૂકની રાહ છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.