ખબર

200 કરોડમાં આવી રીતે થયા હતા અરબપતિ અજય ગુપ્તાના દીકરાના લગ્ન, જુઓ તસ્વીરો ક્લિક કરીને

લગ્ન એટલા હાઈ પ્રોફાઈલ હતા કે સલમાનની કેટરીના નાચવા ગયેલી, જુઓ તસ્વીરો

ઉત્તરાખંડના ઔલીમાં ભારતીય મૂળના અરબપતિ અને ઉદ્યોગપતિ અજય ગુપ્તાના દીકરા સૂર્યકાંતના લગ્ન દિલ્લીના હીરા વ્યાપારી સુરેશ સિંઘલની દીકરી કૃતિકાની સાથે સમાપ્ત થયા છે.

ઔલીમાં દુલ્હનની જેમ શણગારવામાં આવેલા ક્લિપ ટોપ ક્લ્બ માં સવારે સાત વાગ્યાથી જ સૂર્યકાન્તના લગ્ન માટે મહેમાનોની આવવાનું શરૂ થઇ ગયું હતું.ગુપ્તા બંધુઓ તથા નજીકના સદસ્યો પાઘડી અને આકર્ષક શેરવાનીમાં નજરમાં આવ્યા હતા.

Image Source

લગ્નને યાદગાર બનાવા માટે સુર્યકાંતે કોઈ જ ખામી રાખી ન હતી.સવારે સાડા નવ વાગ્યે વરરાજો સફેદ ઘોડા પર સવાર થઈને સો મીટરનું અંતર કાપીને લગ્નના મંડપમાં પહોંચ્યા હતા.

લગ્નમાં 300 થી વધારે મેહમાનો હાજર રહ્યા હતા. દુલ્હન કૃતિકાએ ગુલાબી રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો.લહેંગા પર ગોલ્ડન અને સિલ્વર બંને પ્રકારનું વર્ક હતું. સુર્યકાંતે ફિરોજી અને ગોલ્ડન રંગની શેરવાની પહેરી રાખી હતી.

Image Source

લગ્ન સમારોહમાં પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ અને પતંજલિના બાલકૃષ્ણ, સુબેના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સહીત ઘણા ફિલ્મ કલાકારો અને ગાયકોએ વર-વધુને આશીર્વાદ આપ્યા હતા.સ્વામી ચિન્મયાનંદ અને આચાર્ય બાલકૃષ્ણએ આ નવવિવાહિત જોડીને ઔષધીય છોડ તુલસી અને તુલસીની માળા ભેંટ કરી હતી.

Image Source

વૈદિક મંત્રોની મનમોહક ધ્વનિની સાથે આચાર્ય પંડિત ગૌરવ શાસ્ત્રી, પ્રભાકર શર્મા,નવીન શર્મા અને પ્રિયાંશુ સતીની સાથે 101 બ્રહ્મણોએ લગ્ન સંપન્ન કરાવ્યા હતા.લગભગ બપોરના દોઢ વાગે લગ્નના રિવાજો પૂર્ણ થયા હતા.આ સિવાય આ નવવિહાહીત જોડીએ ઓનલાઇન પણ પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

Image Source

લગ્ન સમારોહમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત એ કહ્યું કે, ગુપ્તા બંધુ અમારા પારિવારિક મિત્રો છે.તેમણે ઔલીમાં લગ્નનું આયોજન કરવા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે ગુપ્તા પરિવાર ઇચ્છતા તો પુત્રના લગ્ન દેશ-વિદેશમાં ગમે ત્યાં કરાવી શકતા હતા

પણ તેઓએ ઉત્તરાખંડને પ્રાથમિકતા આપી, જે પોતાનામાં જ એક મોટી વાત છે. આ નવવિહાહીત જોડીને આશીર્વાદ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી પણ ઔલી પહોંચ્યા હતા. આશીર્વાદ આપવાની સાથે સાથે પંકજ મોદી બપોરના ભોજનમાં પણ શામિલ થયા હતા.

Image Source

લગ્ન સમારોહમાં પહોંચેંલી અભિનેત્રી કૈટરીના કૈફે શાનદાર પ્રસ્તુતિ આપી હતી. આ સિવાય આ મૌકા પર અભિનેત્રી  ઉર્વશી રૌતેલા,પ્રસિદ્ધ પંજાબી રૈપર બાદશાહ, ગાયક અને ઇંડીયલ આઇડલ શો ના વિજેતા અભિજીત સાવંત, ગાયક  બામ્બે રોકર્સ બૈન્ડ અને ગાયક કૈલાશ ખેર પણ આ સમારોહમાં શામિલ થયા હતા.

Image Source

ઉત્તરાખંડનું સ્વિઝર્લેન્ડ મનાતું ખુબસુરત પેલેસ ઔલીમાં 20 જૂનના એક ભવ્ય લગ્ન સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્ન પ્રસિદ્ધ ઉધોગપતિ ગુપ્તા બંધુમાંથી અજય ગુપ્તના પુત્ર સુર્યકાંતનાં લગ્ન દિલ્લીના હીરાના વેપારી સુરેશ સિંઘલની પુત્રી કૃતિકા સાથે સમ્પન્ન થયા હતા.સૂર્યકાન્ત અને કૃતિકાના લગ્નની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

Image Source

ખબરોનું માનીએ તો આ આ લગ્નમાં 200 કરોડ જેટલો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. આ લગ્ન 101 પંડિતો દ્વારા સંપન્ન કરવામાં આવ્યા હતા. લગ્નના મંડપિ તસ્વીર પણ સામે આવી છે.

જેમાં સાફ જોવા મળ્યું છે કે આ મંડપ કોઈ સામાન્ય મંડપ નથી. આ મંડપ બાહુબલીના અંદાજમાં રાજમહેલની જેમ શણગારવામાં આવ્યો હતો. આ ભવ્ય લગ્નને લઈને શહેરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું હતું.

આ ભવ્ય લગ્નમાં પતંજલિ યોગ પીઠના આચાર્ય બાલકૃષ્ણ, પરમાર્થ નિકેતન,અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત શામિલ થયા હતા. તો બોલીવુડના એક્ટ્રેસ કેટરીના કૈફ પણ આ લગ્નમાં પહોંચી હતી. કેટરીના સિવાય આ લગ્નમાં ઉર્વશી રોતેલા, પંજાબી રેપર બાદશાહ, અભિજીત સાવંત, બૉલીવુડ સિંગર કનિકા કપૂર, શ્રદ્ધા કપૂર, કૈલાશ ખેર, સુરભી જ્યોતિ ઔલી પહોંચ્યા હતા.


કેટરીના કૈફ અને બાદશાહનો વિડીયો સામે આવ્યો છે.

આ ઇવેન્ટમાં કેટરીનાએ લાલ અને કાળા કલરનો ડ્રેસ પહેયો હતો. તો ફિલ્મ ઝીરોના હુસ્ન પરચમ સહીત કમલી અને ઘણા રિમિક્સ ગીત પર ડાન્સ  કર્યો હતો. તો બીજા વીડિયોમાં કેટરીના કૈફ શીલા કી જવાની ના ગીત પર ઠુમકા લગાવ્યા હતા. તો બાદશાહ પણ કુ અંદાજમાં નજરે આવ્યો હતો. બાદશાહે નિયોન જેકેટ સાથે બ્લેક પેન્ટ અને સફેદ શૂઝમાં નજરે આવ્યો હતો. આ વીડિયોમાં કપૂર એન્ડ સન્સનું ગીત કર ગઈ ચૂલના ગીતમાં ઠુમકા લગાવ્યા હતા.

બાદશાહ અને કેટરીના સિવાય સુરભી જ્યોતિનો પણ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુરભી બાજીરાવ મસ્તાનીના ગીત પિંગા પર ઠુમકા લગાવતી નજરે આવી હતી. સુરભી પીળી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.