ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની બહેન દિનલ યાદવે એન્જિનિયર કૃષ્ણ મોહન સાથે 7 ફેરા લીધા છે. ત્યારે, સૂર્યકુમારે 1 ડિસેમ્બરના રોજ તેની બહેન દિનલ યાદવના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જ્યાં તે તમામ ધાર્મિક વિધિઓમાં પૂરા ઉત્સાહ અને લાગણી સાથે જોવા મળ્યા હતા. તો, જયમાલા દરમિયાન ભાઈ-બહેનની જોડી હસતી જોવા મળી હતી.
સૂર્યકુમાર યાદવે ઈમોશનલ પોસ્ટ લખી
સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “જીવનના આ સુંદર નવા અધ્યાયમાં તને પગ મૂકતા જોવું એ મારા માટે સૌથી લાગણીશીલ ક્ષણોમાંથી એક છે. બાળપણથી લઈ સુંદર દુલ્હનના રુપમાં તુ બધા માટે હંમેશા ખુશી અને પ્રેમનો સ્ત્રોત રહી છે. હું કેટલો ગર્વ અને આનંદ અનુભવું છું તે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. હવે તને એક નવા સફરની શરુઆત કરતી જોઈ ઉત્સાહિત છું. તમને બંન્નેને પ્રેમ, હસી અને ખુશી ભરેલી જિંદગી માટે શુભકામનાઓ.”
સૂર્યકુમાર યાદવની બહેનના લગ્નની તસવીરોમાં હલ્દી સેરેમની જોવા મળી રહી છે. યેલો થીમમાં સજ્જ સૂર્યા રાજકુમાર જેવો લાગી રહ્યો છે. સૂર્યાએ પોતાના પરિવારની તસવીરો પણ શેર કરી છે. તો અન્ય એક તસવીરમાં, સૂર્યકુમાર યાદવ જોરદાર ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.