વાહ શું જિંદગી છે…!!! કરોડોના આલીશાન એપાર્ટમેન્ટના માલિક છે સૂર્યકુમાર યાદવ, જીવે છે લગ્ઝરી લાઇફ
IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમનાર બલ્લેબાજ સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યુ હતુ. મેદાનમાં સૂર્ય જેટલા આક્રમક દેખાય છે, તેટલા જ તેઓ રિયલ લાઇફમાં શાંત સ્વભાવના છે. સાથે જ તેઓ ઘણી સ્ટાઇલિશ લાઇફસ્ટાઇલ મેંટેન કરવાનું પસંદ કરે છે. સુર્યકુમાર યાદવ એક આલીશાન ઘરની અંદર રહે છે. તેમનુ આલીશાન એપાર્ટમેન્ટ માયાનગરી મુંબઈમાં આવેલું છે. તે પોતાના પરિવાર સાથે અહીંયા રહે છે. તે ખુબ જ ધાર્મિક પણ છે જેના કારણે તેને પોતાના ઘરમાં એક શાનદાર પૂજા ઘર પણ બનાવ્યું છે.
સુર્યકુમાર યાદવ પોતાના ફ્રી સમયમાં પોતાના ડોગ પાબ્લો સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે.સુર્યકુમાર યાદવનું એપાર્ટમેન્ટ એક હાઈ રાઇઝ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર છે. તેના ઘરની બાલ્કનીમાંથી ખૂબસુરત નજારો પણ જોવા મળે છે.સુર્યકુમાર યાદવના ઘરમાં બ્લુ સોફા અને સફેદ ડાઇનિંગ ચેર રાખવામાં આવી છે. સુર્યકુમારના ઘરનું ફર્નિશિંગ જોવા લાયક છે. તે ખૂબ જ રોયલ છે. દીવાલો ઉપર સુંદર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેના કારણે તેનો લુક ખુબ જ સુંદર આવે છે. તેના બેડરૂમની વૉલ વુડન છે. જે ખુબ જ આકર્ષક દેખાવ આપે છે.
સૂર્યકુમાર યાદવના નામે એક દિલચસ્પ રેકોર્ડ છે. તે આઇપીએલ ટ્રોફી પહેલાથી જ ચેંપિયન્સ લીગ ટાઇટલ ઉઠાવવા વાળા ખેલાડી છે. વર્ષ 2012માં આઇપીએલ ડેબ્યુ કરનાર સૂર્યકુમાર આગળના જ વર્ષે ચેંપિયન્સ લીગ ટી20 જીતી ગયા. ફાઇનલમાં મુબઇ તરફથી રમતા તેમણે 24 રન બનાવ્યા હતા. વર્ષ 2014માં ચેન્નાઇને હરાવીને ચેંપિયન બનનારી કેેકેઆર ટીમના તેઓ મેંબર હતા.
સૂર્યકુમાર 14 સપ્ટેમેબર 2021ના રોજ 31 વર્ષના થઇ ચૂક્યા છે. તેમનો જન્મ વર્ષ 1990માં મુંબઇમાં થયો હતો. મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા સૂર્યકુમાર યાદવને બાળપણથી જ ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ હતો. જો કે, તેમણે સ્કૂલના સમયથી જ સ્કૂલી ટીમમાં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધુ હતુ અને તેને જ કરિયરના રૂપમાં પસંદ કર્યુ.
સૂર્યકુમારનો સ્કૂલ અભ્યાસ મુંબઇમાં થયો છે, તે બાદ તેમને પિલ્લઇ કોલેજ ઓફ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ, મુંબઇથી વાણિજયમાં બીકોમની ડિગ્રી મળી. આ દરમિયાન તેમની મુલાકાત હમસફરથી થઇ. જયારે તેઓ 22 વર્ષના હતા અને બીકોમ ફર્સ્ટ યરના સ્ટૂડેંટ હતા, ત્યારે 19 વર્ષિય દેવિશાએ 12મું ધોરણ પાસ કર્યુ હતુ અને તે કોલેજમાં એડમિશન લીધુ હતુ, જયાં સૂર્યકુમાર હતા. આ દરમિયાન એક પોગ્રામમાં દેવિશાના ડાંસે તેમને દીવાના બનાવી લીધા હતા.
સૂર્યકમાર અને દેવિશાએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 7 જુલાઇ 2016ના રોજ લગ્ન કરી લીધા. દેવિશા એક સાઉથ ઇન્ડિયન ગર્લ છે અને બંનેના લગ્ન પણ સાઉથ રિવાજથી થયા હતા. સૂર્યકુમારની વાત કરીએ તો, 2018માં મુંબઇ સાથે જોડાયા પહેલા તેઓએ ચાર વર્ષ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે વીતાવ્યા. વર્ષ 2018માં કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર અને ઉપકપ્તાન સૂર્યકુમાર યાદવને રીલિઝ કરી દેવામાં આવ્યા.