આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન તરફથી રમીને સૂર્યકુમાર યાદવે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. યાદવે આ વર્ષે ભરતીય ટીમમાં ડેબ્યુ પણ કરી દીધું છે. મેદાનની અંદર સુર્યકુમાર યાદવ જેટલો આક્રમક દેખાય છે અસલ જીવનમાં તે એટલો જ શાંત સ્વભાવનો છે.
સુર્યકુમાર યાદવ ખુબ જ સ્ટાઈલિશ લાઈફ સ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. તે એક આલીશાન ઘરની અંદર રહે છે. ચાલો જોઈએ તેના એપાર્ટમેન્ટની શાનદાર તસવીરો.
સુર્યકુમાર યાદવનું આલીશાન એપાર્ટમેન્ટ માયાનગરી મુંબઈમાં આવેલું છે.. તે પોતાના આખા પરિવાર સાથે અહીંયા રહે છે. તે ખુબ જ ધાર્મિક પણ છે જેના કારણે તેને પોતાના ઘરમાં એક શાનદાર પૂજા ઘર પણ બનાવ્યું છે.
સુર્યકુમાર યાદવ પોતાના ફ્રી સમયમાં પોતાના ડોગ પાબ્લો સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે.
સુર્યકુમાર યાદવનું એપાર્ટમેન્ટ એક હાઈ રાઇઝ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર છે. તેના ઘરની બાલ્કનીમાંથી શાનદાર નજારો પણ દેખાય છે.
સુર્યકુમાર યાદવના ઘરનું રોયલ ફર્નિશિંગ જોવા લાયક છે. દીવાલો ઉપર સુંદર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેના કારણે તેનો લુક ખુબ જ સુંદર આવે છે.
સુર્યકુમાર યાદવના ઘરમાં બ્લુ સોફા અને સફેદ ડાઇનિંગ ચેર રાખવામાં આવી છે. તેના બેડરૂમની વૉલ વુડન છે. જે ખુબ જ આકર્ષક દેખાવ આપે છે..