આજથી સૂર્ય પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. બધી જ રાશિમાં સૌથી તાકાતવર ગ્રહ સૂર્ય છે. તે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આવું પહેલા મંગળ ગ્રહે પણ કર્યું હતું તેને પણ પોતાની ચાલ બદલી હતી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ બંને ગ્રહ એક જ રાશિમાં આવવાથી કેટલાક રાશિ જાતકોને ફાયદો અને નુકશામ પણ થશે. સૂર્યના આ બદલાવથી 5 રાશિવાળા લોકોને ફાયદો થશે અને 7 રાશિનોને નુકશાન થશે.

આ સમયમાં દાન, પાઠ, જાપ જીવી વસ્તુઓથી ફાયદો થશે. આ સમયે કરવામાં આવતું દાનનું પુણ્યનું બે ગણું ફળ મળે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં સ્થન ગ્રહણ કરશે ત્યારે તમારી રાશિ અને જીવનમાં કેટલાક પરિવર્તન આવશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને લાભ થશે અને કઈ રાશિના જાતકોને નુકશાન થશે.
1. મેષ – અ,લ,ઈ (Aries):
આ રાશિમાં સૂર્ય ચોથા ભાવમાં પ્રવેશ કરશે. સૂર્ય કર્ક રાશિમાં જવાથી તમારા જીવનસાથીને પણ કામ-કાજમાં લાભ થશે. પરંતુ સૂર્યનો પ્રભાવ વધારે હોવાથી તમને માનસિક તનાવ આવી શકે છે.
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આ રાશિમાં સૂર્ય ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. સૂર્યના આવવાથી આ લોકોમાં નવી ઉર્જા આવશે. સૂર્યના પ્રભાવથી તેમને કામ-કાજમાં બદલાવ આવશે. જો તમે નવી નીકરી ગોતતા હશો તો તમને તેમાં સફળતા મળશે. કામ-કાજમાં સફળતા તમારા કદમ ચૂમશે.
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આ રાશિમાં સૂર્ય બીજા ભાવમાં પ્રવેશ કરશે. તેને પ્રભાવથી તમારા તંદુરસ્તીમાં મોટા બદલાવ આવશે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે તેથી તમને વધારે ગુસ્સો આવવાની સંભાવના છે.
4. કર્ક – ડ,હ (Cancer):
આ રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે જેથી આ રાશિના જાતકોનો સ્વભાવ ચીડચીડિયો અને સ્વભાવમાં અહંકાર જોવા મળશે. પણ આ રાશિના જાતકો એ પોતાના પર વિશ્વાસ રાખો અને પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું ફાયદાકારક રહેશે.
5. સિંહ – મ,ટ (Lio):
સિંહ રાશિમાં મંગલ 12 માં ભાવમાં પ્રવેશ કરશે. જે તમારા વપરાશ અને રોકાણનુ સ્થના છે. કામથી તમારે વિદેશ જવાનો યોગ છે. જો તમે રવિવારે સૂર્યને ખુશ કરવાના ઉપાય કરશો તો સૂર્યના પ્રભાવની અસર ઓછી થશે.
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આ રાશિમાં સૂર્ય 11 માં ભાવમાં પ્રવેશ કરશે. પોતાનો બિઝનેશ ચલાવતા લોકોને આર્થિક લાભ થશે અને તેની સાથે જોડાયેલા લોકોના કામ-કાજમાં ફાયદો થશે.
7. તુલા – ર,ત (Libra):
સૂર્યના પ્રવેશ થવાથી તમને એવું લાગશે તમે બીજા કરતા સારું કામ કરો છો. ઓફિસમાં ઉંચી પદવી મેળવવાની શક્યતા છે. કામ-કાજનો સારો સમય છે. થોડો આભિમાન આવશે પણ તેનાથી ગાબરાવવું નહીં.
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આ રાશિમાં સૂર્ય નાવમાં ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને સૂર્યનો પ્રભાવ વધારે થવાથી તેમની કિસ્મત તેમનો સાથ આપશે. કોઈ પણ કામ કરશે તેમાં તેમને સફળતા જ મળશે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિમાં આઠમાં ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. મોટું રોકાણ ન કરવું. માનહાનીની સંભાવના છે. તંદુરસ્તી પર ખરાબ અસર થઇ શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની વર્તવી.
10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિમાં સૂર્ય અને મંગળ સાતમાં ભાવમાં પ્રવેશ કરશે. જેનાથી પરિવાર સાથે મન-મોટાવ થવાની સંભાવના છે. મન-મોટાવથી બચવાનો પ્રયત્નો કરો.
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આ રાશિમાં સૂર્ય સાતમા ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકના લગ્ન જીવન કેટલીક વાર સુખી નથી હોતું. આ લોકોને એક બાજુ સૂર્ય સારો નહીં રહે પરંતુ બીજી બાજુ તેમને કામ-કાજમાં લાભ થશે.
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આ રાશિમાં સૂર્ય પાંચમાં ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકો માટે સૂર્ય તકલીફ ઉભી કરશે. આ સમયમાં જો તમે કોઈ પરીક્ષા આપવાના હોય તો ધ્યાનથી સવાલના જવાબ આપજો ઉતાવળ કરતા નહીં. અને શાંતિથી વિચારીની પરીક્ષા આપજો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks