ધાર્મિક-દુનિયા

સૂર્યદેવને જળ ચઢાવ્યા પછી કરો આ ભગવાનની પૂજા, દુર્ભાગ્ય તમારું કંઈપણ બગાડી નહિ શકે…

રોજ સવારે ઉગતા સૂર્યને જળ ચઢાવીને પૂજા કરવાની પરંપરા પહેલાના સમયથી ચાલતી આવી છે. સૂર્યને જળ ચઢાવવાથી ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. ગરુડ પુરાણના અનુસાર આજે અમે તમને જણાવીશું કે ક્યાં લોકોએ સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને આ ઉપાયથી ક્યાં-ક્યાં લાભ થાય છે.

Image Source

જે લોકોની કુંડળી કમજોર હોય, જેમાં આત્મ-વિશ્વાસની ખામી હોય, જે ભીડમાં ગભરાતા હોય, જે નિરાશાવાદી હોય અને જેઓના પર નકારાત્મકતા હાવી હોય, જે લોકોમાં હંમેશા કોઈ આજ્ઞાત ભય રહેતો હોય, જે લોકોમાં ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન જોઈતું હોય. આ દરેક બાબત માટે રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ.

Image Source

મહાભારતના ગ્રંથના અનુસાર કર્ણ રોજ સવારે સૂર્ય પૂજા કરતા હતા. ઘણી કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામ પણ રોજ સૂર્યને જળ ચઢાવીને પૂજા કરતા હતા.

Image Source

આ છે સૂર્યને જળ ચઢાવવાની રીત:
સૂર્યદેવને જળ ચઢાવવા માટે રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન પછી તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે બંન્ને હાથમાં લોટો પકડીને રાખવો જોઈએ. લોટામાં જળની સાથે સાથે લાલ ફૂલ, કંકુ અને ચોખા પણ ચોક્કસ નાખવા જોઈએ. પૂર્વ દિશાની તરફ મોં કરીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ. ધ્યાન રાખો કે જળ ચઢાવતી વખતે એ ધ્યાન રાખવું કે પાણી કોઈના પગમાં ન આવે. જળ ચઢાવતી વખતે ૐ સૂર્યાય નમઃ નો જાપ કરતા રહેવું જોઈએ.

Image Source

આ સિવાય શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર શનિદેવ પીપળાના વૃક્ષની નીચે વાસ કરવાનું પસંદ કરે છે, આજ કારણ છે કે મોટાભાગના શનિદેવના મંદિરો પીપળાના ઝાડની નીચે જ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી શનિદેવની પૂજા કરવાનું જણાવામાં આવેલું છે.

એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે શનિવારના દિવસે અમુક વસ્તુઓ ખરીદવી ન જોઈએ કેમ કે તેનાથી દુષ્પ્રભાવ પડે છે અને તેની જીવન પર અશુભ અસર થાય છે.

Image Source

1. શનિવારે કાળા તલ ક્યારેય પણ ખરીદવા ન જોઈએ, એવું કરવાથી કાર્યોમાં બાધા આવે છે. તેના સિવાય એક દિવસ પહેલા કાળા તલ ખરીદીને રાખી લો કેમ કે કાળા તલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ઘણી સમસ્યાઓથી બહાર કાઢે છે.

2. શનિવારના દિવસે કાતર જેવી વસ્તુઓ પણ ખરીદવી ન જોઈએ. આ દિવસે ખરીદેલી આવી વસ્તુ સંબંધમાં તણાવ લાવે છે. શનિવારને બદલે બીજા કોઈપણ દિવસે આવી વસ્તુઓ ખરીદી શકાય છે.

3. જો તમારે કાળા રંગના બુટ ખરીદવા છે તો તેને શનિવારે ક્યારેય પણ ન ખરીદો. માનવામાં આવે છે કે શનિવારે ખરીદવામાં આવેલા કાળા બુટ પહેરનાર વ્યક્તિના કામમાં અસફળતા જ પ્રાપ્ત થાય છે.

Image Source

4. શનિવારે મીઠું ખરીદવાથી કર્જ વધી જવાની સંભાવના રહે છે. શનિવારના બદલે બીજા કોઈપણ દિવસે મીઠું ખરીદી લો.

5. અભ્યાસને લગતી વસ્તુઓ જેમ કે કાગળ, પેન અને ઇન્ક પોટ વગેરે ખરીદવા માટે પણ શનિવારનો દિવસ શુભ માનવામાં નથી આવતો, જે મનુષ્યને અપયશનો ભાગી બનાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks