નવા વર્ષની શરૂઆતમાં પિતા-પુત્ર આમને-સામને, સૂર્ય-શનિનો સર્જાશે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોની ચમકશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવાય જે બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. જ્યારે શનિ ન્યાયના દેવતા છે જે દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ઉચિત ફળ પ્રદાન કરે છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા પુત્રનો સંબંધ છે. જોકે પિતા-પુત્રનો સંબંધ હોવા છતાં આ બંને ગ્રહ એકબીજા પ્રત્યે શત્રુતાનો ભાવ રાખે છે. આ બે ગ્રહ વર્ષ 2025માં એક રાશિમાં આમને-સામને આવશે. જેનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. તો તેના પ્રભાવથી ઘણી બધી રાશિના જાતકોના જીવનમાં તકલીફો વધી જાય છે. જોકે તેની સાથે જ આ યુતિ કેટલીક રાશિ માટે ફાયદાકારક પણ હોય છે.

એક જ રાશિમાં આવશે પિતા-પુત્ર

વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય અને શનિ યુતિ બનાવવા જઈ રહ્યા છે. શનિ હાલ સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. જ્યારે સૂર્ય પણ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કુંભ રાશિમાં પિતા અને પુત્ર એક સાથે હશે. આ યોગ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દુર્લભ હશે. જ્યારે કુંભ રાશિમાં સૂર્ય અને શનિ એકસાથે હશે ત્યારે 3 રાશિના લોકોને અત્યંત લાભ થવાની શરૂઆત થશે.

મેષ રાશિ

કુંભ રાશિમાં સૂર્ય અને શનિ એકસાથે હશે ત્યારે મેષ રાશિના લોકોની આવક વધશે. જુના રોકાણથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જુના કરજથી મુક્તિ મળવાની શરૂઆત થશે. મેષ રાશિ પર સૂર્ય અને શનિ બંનેની કૃપા હશે. આ રાશિના લોકોના જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે.

વૃષભ રાશિ

પિતા અને પુત્રની યુતી વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. સમાજમાં માન સન્માન વધશે. રાજકીય ક્ષેત્રનો સક્રિય લોકોનું પદ વધશે. બિઝનેસમાં ઘણા મોટા સોદા થઈ શકે છે. ઘરનું વાતાવરણ સારું રહેશે. પરિવાર સાથે ફરવા જવાનું થઈ શકે છે.

સિંહ રાશિ

સૂર્ય અને શનિની યુતિ સિંહ રાશિ માટે પણ ફાયદાકારક સાબિત થશે. કારકિર્દીમાં સફળતાઓ મળશે. કાર્યક્ષેત્રમાં કામની સરાહના થશે. પ્રમોશન પણ થઈ શકે છે. વિવાહિક લોકો માટે સારો સમય. જીવનસાથી સાથે સાથે સંબંધ મધુર થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle