Samsaptak Yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બર 2025ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન મીન રાશિમાં વિરાજમાન શનિ સાથે સૂર્ય આમને-સામને આવી ગયા છે અને તેથી સમસપ્તક યોગનું નિર્માણ થયું છે. જ્યોતિષમાં સૂર્યને પિતા અને શનિને પુત્ર તરીકે માનવામાં આવે છે, પરંતુ એમનો સંબંધ શત્રુતાસભર માનવામાં આવે છે. આથી, જ્યારે આ બંને ગ્રહ આમને-સામને આવે છે ત્યારે તેનો પ્રભાવ હંમેશાં તીવ્ર હોય છે. આ વખતે બનતો સમસપ્તક યોગ ખાસ કરીને કેટલીક રાશિઓ માટે પડકારજનક બની શકે છે, કારણ કે તે આરોગ્ય, ધન અને સંબંધો પર નકારાત્મક અસર નાખી શકે છે. અચાનક ખર્ચો વધી શકે છે, વેપારમાં નુકસાન થઈ શકે છે, ભાગીદારીમાં મતભેદ ઊભા થઈ શકે છે અને દાંપત્ય જીવનમાં તણાવ પણ જોવા મળી શકે છે.

મેષ: રાશિના જાતકો માટે આ યોગ મિશ્રિત પરિણામ લાવનાર છે. સૂર્ય કન્યા રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી કાયદાકીય મુદ્દાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નોકરી-ધંધા સંબંધિત કામોમાં લાભ મળી શકે છે. પણ સાથે સાથે શનિ સાથેનો સમસપ્તક સંબંધ જાતકોને ઉલઝન અને તણાવ આપશે. નોકરી કરતા લોકોને અચાનક ટ્રાન્સફર, નવી જવાબદારી અથવા કાર્યસ્થળ પર તણાવનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખાસ કાળજી લેવાની જરૂર છે, ખાસ કરીને પાચનતંત્ર અને થાક સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

વૃષભ: રાશિના લોકો માટે આ ગોચર કારકિર્દી અને આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ લઈને આવી શકે છે. સૂર્ય પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, પરંતુ શનિ સાથેના વિપરીત સંબંધને કારણે રોકાણમાં નુકસાન થવાની શક્યતા રહેશે. ખાસ કરીને શેરબજાર કે પ્રોપર્ટી સંબંધિત નિર્ણયો ટાળવા વધુ સારું રહેશે. કેટલીક જાતકોને પ્રમોશન અથવા સ્થાન પરિવર્તનનો અવસર મળી શકે છે, પરંતુ તેના સાથે જ નવો તણાવ પણ આવશે. ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભાષા પર નિયંત્રણ રાખવો જરૂરી છે.

મિથુન: રાશિના જાતકો માટે આ સમસપ્તક યોગ ચિંતાનો વિષય બની શકે છે. સૂર્ય તેમના ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી ઘરમાં મતભેદ, સંપત્તિ સંબંધિત વિવાદ કે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિ સાથેના આ યોગને કારણે અકસ્માત, આગજની કે અચાનક નુકસાન થવાની શક્યતા રહે છે. સંબંધોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે જીવનસાથી કે પ્રેમ સંબંધોમાં અણબનાવ થઈ શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર રાજકીય તણાવ કે સહકાર્યકરો સાથે મતભેદનો સામનો કરવો પડી શકે છે.
આ રીતે, સૂર્ય અને શનિ વચ્ચે બનેલો આ 30 વર્ષ બાદનો સમસપ્તક યોગ કેટલીક રાશિઓ માટે ચેતવણીરૂપ છે. ખાસ કરીને મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આરોગ્ય, ધન અને સંબંધો વિશે સાવચેત રહેવાની જરૂર છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
