જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યનું રાશિ પરિવર્તન જુઓ 12 રાશિઓ પર શું પ્રભાવ પડે છે અને તેના ઉપાય. આ ઉપાય કરવાથી તમારી દરેક બાધાઓ દૂર થશે…

16 જૂન 2019 સૂર્યનું રાશિ પરિવર્તન સૂર્ય વૃષભ રાશિમાંથી પોતાનું સ્થાન છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે… જે 17 જુલાઈ 2019 સુધી રહેશે

Image Source

અને તેનો પ્રભાવ રાશિ અનુસાર શું પડે છે અને તેના પ્રભાવથી બચવા માટે કયા ઉપાય કરવા જોઈએ જુઓ…

1) મેષ રાશિ
મેષ રાશિનાં જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળદાયી બની રહ્યું છે. દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે. નોકરી વર્ગ તેમજ વેપારી વર્ગ બંનેને લાભ થશે. પરંતુ સૂર્ય રાહુ સાથે હોવાથી કામમાં થોડી મુસીબત આવશે. દરેક કામ થોડું મોડું થશે. કામમાં પરિશ્રમ કરવો પડશે પરંતુ જે કામમાં પરિશ્રમ કરશો તે કામમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. સંતાન પક્ષ તેમજ ભાઈ બહેન તરફથી ખુશખબરી પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં તેમજ સામાજિક જીવનમાં માન-સન્માન પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. પ્રેમ સંબંધો માટે સમય સારો છે.

ઉપાય:- સૂર્ય નારાયણને પાણી ચઢાવવુ

2) વૃષભ રાશી
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન પોતાની વાણી ઉપર ધ્યાન રાખવું. વાણીના કારણે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. ધન નિવેસ માટે સમય સારો છે. આંખ સંબંધિત સમસ્યાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરાક્રમથી સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં તણાવનું વાતાવરણ બનવાના યોગ બની રહે છે. માટે વાણી ઉપર સંયમ રાખવો.

ઉપાય:- સૂર્ય નારાયણને પાણી ચઢાવવું તેમ જ ઘઉંનું દાન કરવુ.

3) મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે વ્યક્તિત્વમાં ઉગ્રતા આવશે ગુસ્સો વધારે આવશે. જેના કારણે તમારા કામ બગડવાના યોગ મળી રહે છે માટે ક્રોધ પર કંટ્રોલ રાખવો. એક મહિનો બને તેટલી વધારે મહેનત કરવી. વાદ-વિવાદથી બચવું. પેટ સંબંધિત સમસ્યા થઈ શકશે. માનસિક તણાવ બની શકશે. જીવનસાથીના તબિયતનું ધ્યાન રાખવુ.

ઉપાય- લાલ કલરના કપડા માં ગોળ અને ઘઉં તેમજ એક તાંબાનો કટકો એક લાલ કપડામાં બાંધીને જળમાં પ્રવાહિત કરો.

4) કર્ક રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં થોડો પ્રોબ્લેમ આવી શકે છે. પૌત્ર સંપત્તિ માટે કોર્ટ-કચેરીમાં જવું પડે અને તેમાં તમારો પક્ષ તરફ વિજય થઈ શકવાના યોગ બની રહ્યા છે. સમજી-વિચારીને ખર્ચા ઉપર કંટ્રોલ કરવો. વેપારી વર્ગ માટે ધ્યાન રાખવુ. સામાન્ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. વાદ-વિવાદથી બચવુ. કોઈપણ કામ કરો તે શાંતિપૂર્ણ કરો. વિદેશ યોગ માટે સમય સારો છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવુ તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકશે.

ઉપાય:- હથેળી ની અંદર ઘઉં રાખીને રવિવારે ગાયને ખવડાવવા.

5)સિંહ રાશી
સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ધન લાભના યોગ બની રહ્યા છે. ઉન્નતિ દાયક રહેશે. તેમજ સામાન્ય સ્થિતિ પહેલા કરતાં સુધરશે. જે લોકો નોકરી પરિવર્તન વિચારી રહ્યા છે તેના માટે સમય ખૂબ જ સારો છે. તેમજ વ્યવસાય ક્ષેત્ર વાળા લોકો માટે પણ સમય સારો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તે લોકોને સારા સમાચાર પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. પ્રેમ સંબંધોમાં થોડી સમજદારી રાખવી.

ઉપાય:- સૂર્યનારાયણને પાણી ચડાવવું.

6) કન્યા રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે સમય સારો છે તમારા દરેક કાર્ય સફળતા પૂર્ણ પૂરા થશે. નોકરી વર્ગ તેમજ વ્યવસાયિક વર્ગ બંને માટે સમય સારો છે. ઘર પરિવારમાં ખુશહાલી બની રહેશે. જે લોકો બેરોજગાર છે તેમની માટે નોકરી મળવાના ચાન્સ બની રહ્યા છે. મિત્ર તેમજ પરિવારના સભ્યો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સારું બન્યું રહેશે. પિતાનુ અપમાન ન કરવુ. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. વિદેશ માટે પણ સમય સારો છે.

ઉપાય:- સૂર્ય નારાયણને પાણી ચઢાવવું તેમ જ પિતાનું સન્માન કરવુ.

7) તુલા રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે ભાગ્ય નો પૂરેપૂરો સાથ પ્રાપ્ત થશે. ધન લાભ થશે. જેટલું વધારે પરાક્રમ કરશો તેટલી જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અટકાયેલા રૂપિયા પાછા મળશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે જે લોકો સરકારી નોકરીની તલાશમાં છે તે લોકોને સરકારી નોકરી મળશે. આળસથી દૂર રહેવું. પિતાનો સહયોગ થી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે.

ઉપાય:- સૂર્ય મંદિરમાં જવું. તેમજ માતાપિતાની ધાર્મિક યાત્રા કરાવી.

8) વૃશ્ચિક રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે સાવધાન રહેવું હાનિના યોગ બની રહ્યા છે. પતિ અને પત્ની વચ્ચે મતભેદના યોગ બની રહ્યા છે. ધન સંચય મા હાનિના યોગ બની રહ્યા છે તેમ જ મિત્રને સંબંધીઓ સાથે પણ વ્યવહારમાં મતભેદના યોગ બની રહ્યા છે. ભગવાન સૂર્યની ઉપાસના બને તેટલી વધારે કરવી. ગવર્મેન્ટ જોબ તેમજ પ્રાઇવેટ જોબ વાળાએ બચીને રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટ સંબંધિત પરેશાની ના યોગ બની રહ્યા છે.

ઉપાય:- લાલ કપડા ની અંદર ઘઉં ,ગોળ તેમજ તાંબાનો એક નાનો કટકો પોતાના માથા ઉપર સાત વાર ફેરવીને પાણીમાં પ્રવાહિત કરવુ. તેમજ હથેળીમાં ઘઉં અને ગોળ મુકીને ગાયને ખવડાવવા.

9) ધનુ રાશી
સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન ધ્યાન રાખવુ. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવુ. લક્ષ્ય મેળવવા માટે પ્રયત્ન કરતા રહેવું. નોકરી વર્ગ વાળા લોકોને ધ્યાન રાખવું નાની-મોટી પરેશાન એના યોગ બની રહ્યા છે. બાળકોની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યાપાર વાળા લોકોને લાભ થશે.

ઉપાય:-આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો. પિતાનું સન્માન કરવુ.

10) મકર રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે મિક્સ ફળ આપી રહ્યું છે. જો તમે સંઘર્ષ માટે તૈયાર છો તો દરેક પરિસ્થિતિમાં તમારી જીત છે. નોકરી તેમજ વેપાર વર્ગ બંને પદોઉન્નતિ થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે માન-સન્માન પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ બની રહેશે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવુ. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

ઉપાય:- હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તેમજ સૂર્ય નારાયણને પાણી ચડાવવું.

11) કુંભ રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે અટકેલા કાર્ય પૂર્ણ થશે અટકાયેલું ધન પાછું મળશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવુ. કોઈને ઉધાર આપવુ નહીં. ધનમાં વધારો થશે પરંતુ ખર્ચા ઉપર વધારે ધ્યાન આપવુ.

ઉપાય:- સૂર્યનારાયણની ઉપાસના કરવી તેમજ હથેળીમાં ઘઉં અને ગોળ રાખીને ગાયને ખવડાવુ.

12) મીન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે સમય તમારા માટે સારો છે. પરંતુ ઘરમાં કલશ નું વાતાવરણ નવું થાય તેનું ધ્યાન રાખવુ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમના પદ માં વધારો થશે. દગો મળવાના ચાન્સ બની રહ્યા છે. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે જે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ઘર-પરિવારમાં કોઈના સ્વાસ્થ્યનું માં ગડબડ આવી શકે છે.

ઉપાય:- લાલ કપડાંમાં ઘઉં ગોળ અને તાંબાનો કટકો બાંધીને પોતાના ઉપર 7 વાર ફેરવીને જળમાં પ્રવાહિત કરવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks