શનિ ગોચરના દિવસે લાગવા જઇ રહ્યુ છે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોને મળશે જબરદસ્ત લાભ !

 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2:21 કલાકે શરૂ થશે અને સાંજે 6:14 કલાકે સમાપ્ત થશે. સૂર્યગ્રહણની રાત્રે લગભગ 11 વાગે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક જ દિવસે થનારી આ બે મોટી ઘટનાઓ 4 રાશિના લોકો માટે શુભ સાબિત થશે.

મિથુન
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નવા કાર્યની શરૂઆત થશે. ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.

તુલા
વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ તુલા રાશિના લોકો માટે પણ ભાગ્યશાળી સાબિત થશે. તમારા અટકેલા કામ પૂરા થશે. જૂના રોકાણથી તમને ફાયદો થશે. ઘર કે કાર ખરીદી શકો છો.

ધનુ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ધનુ રાશિના લોકો માટે પણ સકારાત્મક દેખાઈ રહ્યું છે. તમારી આવકમાં વધારો થશે. તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. નવા કામની શરૂઆત કરવા માટે પણ સમય સારો રહેશે.

મીન
મીન રાશિના લોકો માટે પણ સૂર્યગ્રહણ શુભ રહેશે. નાણાકીય લાભ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવકમાં વધારો થશે. તમે તમારી નોકરી બદલશો જેનાથી તમને ફાયદો થશે. ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. વિદેશ યાત્રાના પણ સંકેત મળી રહ્યા છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina