જ્યોતિષ શાસ્ત્ર

2020માં લાગશે ચૂડામણિ સૂર્ય ગ્રહણ, આ 3 રાશિના જાતકો ચેતી જાઓ- અશુભ સમય રહેશે

આપણા જીવનમાં સૂર્યગ્રહણનો પ્રભાવ સૌથી વધુ અસરકારક હોય છે. 2019નું છેલ્લું સૂર્યગ્રહણ આગામી 26 ડિસેમ્બરે લાગશે. આ ગ્રહણ સવારે 8 વાગ્યે 17 મિનિટે ચાલુ થશે અને 10 વાગ્યેને 57 મિનિટે પૂર્ણ થશે. આગામી વર્ષ એટલે કે 2020માં પણ આવા જ પ્રભાવશાળી સૂર્યગ્રહણ દરેક રાશિના જાતકો પર પ્રભાવ પાડશે.

આવો જાણીએ કેટલા સૂર્યગ્રહણ થશે અને કંઈ રાશિ પર કેવો પ્રભાવ રહેશે.

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ રવિવાર 21 જૂનના દિવસે થશે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મિથુન રાશિમાં અને મૃગશિરા નક્ષત્રમાં થશે.

બીજું સૂર્યગ્રહણ

વર્ષ 2020નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 14 -15 ડિસેમ્બર 2020 ના દિવસે જોવા મળશે. આ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્ર અને અમાસની તિથિ પર થશે.

શા માટે છે આ સૂર્યગ્રહણ ખાસ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે સૂર્યગ્રહણ રાત્રે થાય તેને ચુડામણિ ગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણના સમય દરમિયાન સ્નાન, જાપ અને પૂજા કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. સૂર્યગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે.

Image Source

ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ

21 જૂન, 2020 ના રોજ થનાર પ્રથમ સૂર્યગ્રહણ 09: 15:58 થી 15:04:01 કલાક સુધી રહેશે. આ સૂર્ય ગ્રહણ ભારત, દક્ષિણપૂર્વ યુરોપ, ઉત્તરી અમેરિકા, આફ્રિકા, હિંદ મહાસાગર, પ્રશાંત મહાસાગર અને દક્ષિણ અમેરિકાના મુખ્ય ભાગોમાં જોઇ શકાશે.

14-15 ડિસેમ્બરના રોજ 19:03:55 થી 00:23:03 સુધી ચાલનાર બીજું સૂર્યગ્રહણ આફ્રિકાના દક્ષિણ, પ્રશાંત મહાસાગર, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને હિંદ મહાસાગર તેમજ એન્ટાર્કટિકામાં દેખાશે.

સૂર્ય ગ્રહણની આ રાશિ પર થશે અસર 

2020માં થનાર બંને સૂર્યગ્રહણની અસર તમામ 12 રાશિના જાતકોને થશે. પરંતુ સૂર્ય ગ્રહણ દરમિયાન સૌથી વધારે અસર ત્રણ રાશિના જાતકોને છે.

મિથુન

આ રાશિના જાતકોનું ગ્રહણ કાળ દરમિયાન મન અશાંત રહેશે અને માનસિક રીત તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન જાતકોએ ગુસ્સો ન કરવો,  કોર્ટના કેસ ટાળો અને વાહન કાળજીપૂર્વક ચલાવો.
મહત્વપૂર્ણ છે કે સૂર્યગ્રહણની આડઅસર જાતકો પર લગભગ એક મહિના સુધી રહે છે તેથી આ સમય દરમિયાન ॐ ધૃણિ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવાથી લાભ થશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના અષ્ટમ ભાવમાં થતું આ સૂર્ય ગ્રહણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.સૂર્યગ્રહણ સમયે રસ્તા પર વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું તેમજ ગ્રહનની અસર વ્યવસાય અથવા નોકરી પર પણ થઈ શકે છે. સૂર્ય ગ્રહણની ખરાબ પ્રભાવથી બચવા માટે ॐ નમો ભગવતે આદિત્યાય અહોવાહિની આહોવાહિની સ્વાહા મંત્રનો જાપ કરવાથી ગ્રહણજન્ય દોષોથી મુક્તિ મળશે.

ધન રાશિ

સૂર્ય ગ્રહણ દરમિયાન ધન રાશિ ઉપર સૌથી વધારે અસર કરશે. સપ્તમ ભાવનું ગ્રહણ આ રાશિના જાતકોમાં લગ્ન જીવનમાં કડવાશ લાવી શકે તેમ હોય તેથી કોઈપણ વાદ વિવાદમાં પડવાનું ટાળવું.  આ રાશિના વેપારી વર્ગ માટે પણ આ ગ્રહણ આર્થિક સંકટ લાવી શકે. ગ્રહણ દોષથી બચવા માટે ॐ વિષ્ણવે નમ: મંત્રનો જાપ કરો.

સૂર્યગ્રહણ દરમિયાન આ સાવચેતી રાખો

સૂર્યગ્રહણ દરમિયાન નરી આંખે જોવું નહીં. સામાન્ય અરીસા અથવા પ્લેટમાં પાણી ભરીને તમે સૂર્યગ્રહણ જોઈ શકો છો. આ સમય દરમિયાન છરી, ચાકુ જેવી તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. ગ્રહણ જોવા માટે ચશ્માનો ઉપયોગ કરવો.

Image Source

ગ્રહણ દરમિયાન ખોરાક અને પાણી પીવું નહીં

સૂર્ય ગ્રહણ સમયે પૂજા અને સ્નાન કરવું શુભ માનવામાં આવતું નથી. ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂજા અને સ્નાન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો. સૂર્યગ્રહણની ખરાબ અસરોથી બચવા માટે  જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.