સૂર્ય ગ્રહનો તુલા રાશિમાં ગોચર: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો પોતાના ચોક્કસ ગોચર અનુસાર ક્યારેક ઉચ્ચ તો ક્યારેક નીચ રાશિમાં વિરાજમાન થાય છે. આ પરિવર્તનોના કારણે અનેક રાજયોગોનું નિર્માણ થાય છે, જેનો સીધો અસર માનવજીવન પર પડે છે. આવનારા 17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય દેવ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી એક વિશેષ “નીચભંગ રાજયોગ” બનશે, જેનાથી કેટલીક રાશિઓના જીવનમાં અચાનક બદલાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન ત્રણ રાશિઓ માટે વિશેષ લાભ અને ધનલાભના યોગો બની રહ્યા છે, સાથે જ તેમનું ભાગ્ય ચમકી શકે છે.

વૃષભ: રાશિના જાતકો માટે આ રાજયોગ અત્યંત સકારાત્મક રહેશે. શુક્ર કેન્દ્ર ભાવમાં અને સૂર્ય દેવ છઠ્ઠા ભાવમાં સ્થિત થવાને કારણે ગોચર કુંડળીમાં નીચભંગ રાજયોગનું નિર્માણ થશે. આ કારણે આ સમયગાળા દરમિયાન તમને અચાનક ધનલાભ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ લાભદાયી બની શકે છે કારણ કે તેઓ કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. બિઝનેસ કરતી વ્યક્તિઓ સ્માર્ટ નિર્ણયોથી સારું ફાયદો મેળવી શકશે. સાથે જ તમને સમાજમાં પ્રતિષ્ઠા મળશે અને કારકિર્દીમાં નવી દિશા મળશે.

કન્યા: રાશિના જાતકો માટે પણ આ રાજયોગ શુભ પરિણામો લાવશે. સૂર્ય દેવની ગતિને કારણે તમારી કુંડળીમાં દસમા ભાવ એટલે કે કર્મસ્થાનમાં સશક્ત રાજયોગ બનશે. આ કારણે આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં મોટી સફળતાઓ મળવાની શક્યતાઓ છે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અથવા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસમેનને આ સમય દરમ્યાન મોટો નફો થઈ શકે છે, સાથે જ વેપારનો વિસ્તાર પણ શક્ય છે. સમાજમાં તમારી ઓળખ અને પ્રતિષ્ઠા વધશે.

તુલા: રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ અને પ્રગતિનો બની શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી પ્રથમ ભાવમાં બનશે. તેના કારણે તમારી અંદર આત્મવિશ્વાસનો અદ્ભુત વધારો થશે. લગ્નજીવન સુખમય બનશે, પરિવાર સાથે સારા સંબંધો જળવાશે અને ભાગીદારીના કાર્યોમાં લાભ મળશે. વ્યવસાયમાં ભાગીદારીથી નવા અવસર મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય કરિયર ગ્રોથનો સાબિત થઈ શકે છે. સાથે જ વિચારેલી યોજનાઓ સફળ થશે અને અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
