જ્યોતિષ શાસ્ત્ર

આજે સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓમાં એક મહિના સુધી રહેશે ભારે સંકટ

જ્યોતિષશાસ્ત્રના આધારે આજે એટલે કે 14 મૈ ના રોજ સૂર્ય વુર્ષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આજે ગુરુવારના રોજ સાંજે 5.33 એ સૂર્ય મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરી ચુક્યા છે અને આગળના એક મહિના સુધી આ જ રાશિમાં રહેશે. સૂર્યનું રાશિ પરિવર્તન દરેક ગ્રહોમાં સૌથી ખાસ ગોચર માનવામાં આવે છે. આ વખતે મિથુન, તુલા, વૃશ્ચિક અને ધનું રાશિના લોકોની મુશ્કિલો વધી શકે છે. એવામાં આવો તમને જણાવીએ કે સુર્યુનું આ રાશિ પરિવર્તન રાશિઓ પર કેવું રહેવાનું છે.

Image Source

1. મેષ રાશિ:
સૂર્યનું આ ગોચર મેષ રાશિના બીજા ભાવમાં હશે. જેનાથી ધનલાભના યોગ બની રહ્યા છે. પૈસાની બાબતમાં આગળના એક મહિના સુધી નુકસાનની કોઇ જ સંભાવના નથી. નોકરિયાત લોકો માટે પણ બધું સારું જ રહેશે જો કે તમારા દ્વારા બોલેલા શબ્દો તમને નુકસાનીમાં મુકી શકે છે. પિતા-પત્ની સાથે મનમુટાવ થઇ શકે છે.

2. વૃષભ રાશિ:
સૂર્ય વૃષભ રાશિના પહેલા ભાવમાં દાખલ થયા છે. જેનાથી આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. ધન-દૌલતની બાબતમાં વૃદ્ધિ થશે. નવું કામ કરવા માટે વિચારણા કરતા લોકો સફળ થઈ શકશે. ઘર પરિવાર અને અધિકારીઓનો પણ પૂરો સહિયોગ મળશે, જો કે ગૃહ ક્લેશ થઇ શકે છે.

Image Source

3. મિથુન રાશિ:
સૂર્ય મિથુન રાશિના 12 માં ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. 12 મોં ભાવ સૂર્ય માટે શુભ માનવામાં નથી આવતો. વધારાના બેમતલબ ખર્ચાઓ થઇ શકે છે. આગળનો એક મહિનો આ રાશિના લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે. કામનો બોજ વધી શકે છે જેનાથી કોઈની સાથે મનમુટાવ પણ થઈ શકે તેમ છે.

4. કર્ક રાશિ:

સૂર્ય કર્ક રાશીના 11 માં ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્યનું આ ગોચર કર્ક રાશિ માટે શુભ સંકેત લઈને આવ્યું છે. સોના-ચાંદી કે શેર માર્કેટમાં લાભ થઇ શકે છે. વ્યાપારમાં પણ ફાયદો થઇ શકે તેમ છે. અટવાયેલું ધન કે કર્જમાં આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. પરિવારનો ભરપૂર સહિયોગ મળશે અને સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે.

Image Source

5. સિંહ રાશિ:
સૂર્ય સિંહ રાશિના 10 માં ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે આ રાશિ માટે પ્રભાવશાળી રહેવાનું છે. મોટા લાભ થવાની અપેક્ષા છે. કારકિર્દીમાં મોટો વણાંક આવી શકે છે. લાંબા સમયથી અટકાયેલા કાર્યો પણ પુરા થતા જણાશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. ખાનદાની સંપત્તિ પણ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ આગળનો એક મહિનો તમારા માટે ખુબ સારો રહેવાનો છે.

6. કન્યા રાશિ:
કન્યા રાશિના ભાગ્ય ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યા છે જે તરક્કીના અનેક દરવાજા ખોલશે. તમને કોઈ મોટિ ડીલ પણ મળી શકે છે. લાંબા સમયથી દૂર થયેલા લકો વચ્ચે નજીકતા વધી શકે છે.

Image Source

7. તુલા રાશિ:
સૂર્યનું કન્યા રાશિના આઠ માં ભાવમાં ગોચર થઇ રહ્યું છે. જેને લીધે આ રાશિના લોકોએ આગળના એક મહિના સુધી સાવધાન રહેવાની જરુર છે. દારૂ-માંસ કે મહિલાઓ સાથે સંબંધિત મામલામાં ફસાયેલા લોકો માટે સમસ્યા વધી શકે છે. જો આ બધી બાબતોથી દુરી બનાવીને રાખશો તો સમસ્યા ટળી શકે તેમ છે.

8. વૃશ્ચિક રાશિ:
સૂર્ય આ રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે લગ્નની બાબતોમાં અડચણો આપશે. વ્યાપાર ક્ષેત્રમાં પણ નુકસાન થઇ શકે છે. ગુસ્સાને લીધે લોકો સાથે મનમુટાવ થઇ શકે છે જેનું પરીણામ તમારે જ ભોગવવાનું રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સૂર્યનું આ ગોચર તમારા માટે સારું નથી. પરિવારમાં બીમારીને લગતી સમસ્યાઓ આવી શકે છે.

Image Source

9. ધનુ રાશિ:
ધનુ રાશિના છઠ્ઠા ભાવમાં સૂર્ય પ્રવેશ કરી રહ્યા છે જે લોકોને ભાગ્યશાળી બનાવી દેશે. કર્જથી મુક્તિ મળશે અને નોકરીમાં પણ તરક્કી થઈ શકે છે. જોકે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે. લીવર, ઇમ્યુન, માથાનો દુઃખાવો અને આંખોને લગતી સમસ્યાઓ વધી શકે છે.

10. મકર રાશિ:
સૂર્ય મકર રાશિના પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. સંતાન, શિક્ષા અને રિસર્ચક્ષેત્રમાં સફળતાના યોગ બની રહ્યા છે. ખર્ચાઓ ઓછા થશે અને કર્જથી પણ મુક્તિ મળશે. જોકે પ્રેમી-પ્રેમિકાઓના સંબંધમાં અડચણો આવી શકે છે.

Image Source

11. કુંભ રાશિ:
સૂર્ય કુંભ રાશિના ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા છે. ઘર,ગાડી અને બંગલામાં લાભના યોગ બની રહ્યા છે. અધિકારીઓનો સહિયોગ અને ઈચ્છીત જગ્યા પર પોસ્ટિંગ થઇ શકે છે. તમારું સ્વાથય સારૂ રહેશે પણ માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

12. મીન રાશિ:
મીન રાશિના ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર થઇ રહ્યું છે. જેનાથી આ રાશિના લોકમાં આત્મવિશ્વાશનો ખુબ વધારો થશે. મહેનતના દમ પર નોકરીમાં પ્રમોશન મેળવી શકો તેમ છો. સામાજિક રૂપથી પણ સક્રિય રહેશો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.