સૂર્યે કર્યું ગોચર, આ 3 રાશિઓને મળશે જોરદારના લાભ, ધનથી ભરાઈ જશે તિજોરી

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની રાશિ કે નક્ષત્ર પરિવર્તનની અસર બાર રાશિઓ પર ભિન્ન ભિન્ન રીતે પડે છે. ગ્રહોના ગોચરથી કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે, જ્યારે અન્ય રાશિઓએ પડકારોનો સામનો કરવો પડે છે. 6 નવેમ્બરે એક એવું નક્ષત્ર પરિવર્તન થયું છે જે તમામ રાશિઓને પ્રભાવિત કરશે.

6 નવેમ્બરની સવારે ગ્રહાધિપતિ સૂર્યએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્યદેવ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ્યા છે, જ્યાં તેઓ 19 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ 19 નવેમ્બરના મંગળવારે સૂર્ય નવા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

19 તારીખે બપોરે 3 કલાક અને 3 મિનિટે સૂર્ય વિશાખા નક્ષત્રમાંથી નીકળીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વર્તમાન સમયમાં વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓને વિશેષ લાભ થવાનો છે. આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે:

મેષ રાશિના જાતકો માટે સૂર્યનો વિશાખા નક્ષત્રમાં પ્રવેશ શુભ ફળદાયી રહેશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુધારો થશે. સમાજમાં નવી ઓળખ પ્રસ્થાપિત થશે. ધનલાભના યોગ પણ બની રહ્યા છે.

સિંહ રાશિના લોકો માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. બઢતીની શક્યતાઓ છે. વેપારીઓની આવકમાં વૃદ્ધિ થશે. 19 નવેમ્બર સુધી સર્વત્ર શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું વિશાખા નક્ષત્રમાં ગોચર લાભદાયક નિવડશે. આવકમાં વધારો થશે. કાર્યોમાં સફળતા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. આવનારા દિવસો આ રાશિના લોકો માટે શુભ રહેશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.

Divyansh